રાજકોટ
News of Monday, 7th June 2021

છેલ્લા પાંચ માસથી પેરોલ જમ્પ ફરાર કાચા કામના કેદી ગોપાલ ઉર્ફે લાલો મારડિયાને પકડી પાડતી રાજકોટ શહેર આજી ડેમ પોલીસ સ્ટેશન ટીમ : આરોપી વિરુદ્ધ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં ગુન્હા

રાજકોટ : છેલ્લા પાંચ માસથી પેરોલ જમ્પ ફરાર કાચા કામના કેદી ગોપાલ ઉર્ફે લાલો મારડિયાને રાજકોટ શહેર આજી ડેમ પોલીસ સ્ટેશનની ટીમે ઝડપી પડ્યો છે  આરોપી વિરુદ્ધ ધોરાજી ગ્રામ્ય અને સોમનાથ પ્રભાસ પાટણ તેમજ રાજકોટ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં ગુન્હા દાખલ થયેલા છે

 આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ વીજે ચાવડાની રાહબરીમાં પીએસઆઇ એમએમ ઝાલાની ટિમ દ્વારા બાતમીના આધારે કોઠારીયા ગામથી હુડકો ચોકડી તરફ જતા રોડ પરથી આરોપીને ઝડપી લેવાયો છે

(9:28 am IST)