રાજકોટ
News of Sunday, 7th June 2020

સીંગતેલમાં વધુ ૧૫ રૂ.નો ઉછાળો

ચાલુ સપ્તાહમાં ડબ્બે ૬૫ રૂ. વધી ગયાઃ કાચા માલની અછતને કારણે ભાવમાં ભડકો

રાજકોટ, તા. ૬ :. સીંગતેલમાં તેજીનો દોર યથાવત રહ્યો છે. આજે ડબ્બે વધુ ૧૫ રૂ.નો ઉછાળો થયો હતો. સ્થાનિક બજારમાં સૌરાષ્ટ્રમાં વરસાદને કારણે કાચા માલની આવકો ઘટયાના અહેવાલે સીંગતેલમાં વધુ ૧૫ રૂ.નો ભાવ વધારો થયો હતો. ગઈકાલે સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.)ના ભાવ ૧૩૧૦ રૂ. હતા તે વધીને આજે બપોરે ૧૩૨૫ રૂ. થયા હતા. સીંગતેલ નવા ટીનના ભાવ ૨૨૩૦થી ૨૨૬૦ રૂ. હતા તે વધીને ૨૨૪૫થી ૨૨૭૫ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. ચાલુ સપ્તાહમાં સીંગતેલ ડબ્બે ૬૫ રૂ.નો તોતીંગ વધારો થયો છે. વેપારી સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં વરસાદને કારણે બિયારણની માંગ વધતા મગફળીની આવકો ઘટતા સીંગતેલના ભાવમાં ભડકો થયો છે.

(3:27 pm IST)