News of Sunday, 7th June 2020
રાજકોટ શહેર અને જીલ્લામાં કોરોનાનો આંતક: છેલ્લા 24 કલાકમાં 12 રિપોર્ટ પોઝિટિવ શહેરમાં 88 અને જીલ્લામાં 45 સહિત કુલ 133 કેસ નોંધાયા છે
રાજકોટ: શહેરમાં ૩ , જસદણમાં ૫, જામકંડોળા, દેરડી - કુંભાજી તથા ગ્રામ્ય એક - એક રિપોર્ટ પોઝિટિવ આવતા શહેર અને જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં એટલે કે તા. 5 સાંજનાં 7 વાગ્યા થી તા.6 સાંજના સાત વાગ્યા સુધીમાં આજે 12 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.આજે રાજકોટ શહેરમાં 2 મૃત્યુ થયા છે.
જયારે આજે રાજકોટ શહેર અને જીલ્લાનાં 4 કોરોના પોઝિટિવ દર્દી સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
(10:36 pm IST)