રાજકોટ
News of Friday, 7th June 2019

વૃધ્ધ માતાઓને દેવસ્થાનોની જાત્રા કરાવતા વિજય દેસાઈ

રાજકોટઃ કોઈપણ વ્યકિતને હરિદ્વાર, ગોકુળ, મથુરાની યાત્રા કરવી અને હરકી પૈડીમાં ગંગા અને યુમનામાં સ્નાન કરવું તેવી તમન્ના હોય છે જેને આર્થિક રીતે પોષાય તે લોકો જ આવી યાત્રા કરતા હોય છે પણ આર્થિક રીતે જે પહોચી ન શકે તેના માટે ગંગા અને યમુનામાં સ્નાન રહી જાય છે. તેવા આર્થીક  રીતે નબળા વૃધ્ધમાતાઓને વિજયભાઈ બાબુભાઈ દેસાઈએ ૧૩ દિવસ માટેની હરિદ્વાર, ઋષિકેશ, દિલ્હી, ગોકુલ, મથુરા અને બીજા અન્ય દેવ સ્થાનોની યાત્રાનું પ્રસ્થાન ધારાસભ્યશ્રી અરવિંદભાઈ રૈયાણીની ઉપસ્થિતિમાં  કરાવેલ. આ તકે ધારાસભ્યશ્રી અરવિંદભાઈ રૈયાણી, સંજય દેસાઈ ભરતભાઈ શિંગાળા, રઘુવીરસિંહ જાડેજા, બાબુભાઈ નસિત, ચેતનભાઈ પાણ, સંજયસિંહ રાણા, જે.કે.પીપળીયા, દિલીપભાઈ લુણાગારીયા, પ્રફુલભાઈ ત્રાપસીયા, શૈલેષભાઈ ગઢિયા, અમિતભાઈ વેકરીયા, સી.ટી.પટેલ, ધીરૂભાઈ અજાણી, કેયુરભાઈ ઢોલરીયા, પ્રતિકભાઈ ગઢિયા, ભરતભાઈ પાંભાર, દિનેશભાઈ દુધાત્રા, ચંદુભાઈ પરસાણા, ચિરાગ પારસાણા, હિતેશ વેકરીયા, હિતેશભાઈ વાડોલીયા તથા દેસાઈ પરિવાર ઉપસ્થિત રહેલ.(

(4:27 pm IST)