રાજકોટ
News of Friday, 7th June 2019

કાલે ઈવીએમ પ્રતિરોધ દિવસઃ રાજકોટ મતદાર એકતા મંચ દ્વારા રેલી- આવેદન

ચૂંટણી બેલેટ પેપરોથી જ કરાવવાની માંગ સાથે ડો.આંબેડકરજીની ખાતેથી રેલીઃ પ્રતિમા કલેકટરને આવેદન

રાજકોટ,તા.૭: રાજકોટ મતદાર એકતા મંચ દ્વારા આવતીકાલે તા.૮ના શનિવારે સવારે ૧૦ વાગ્યે ઈવીએમ પ્રતિરોધ દિવસ નિમિતે ડો.આંબેડકરજીની પ્રતિમા ખાતેથી  રેલી કાઢી કલેકટરશ્રીને આવેદન આપવામાં આવશે.

આવતીકાલે તા.૮ના શનિવારે સવારે૧૦ વાગ્યે સિવીલ હોસ્પિટલ ચોકમાં, ડો.આંબેડકરજીની પ્રતિમાએથી રેલી સ્વરૂપે નીકળીને સત્યાગ્રહી નાગરિકોનું જુથ રાજકોટ મતદાર એકતામંતની આગેવાનીમાં અશોકભાઈ પટેલ, પ્રવિણભાઈ લાખાણી, આસીફભાઈ શેખ, મહેશભાઈ મહીપાલ, અમીત કાંતા પટેલ, માયાબેન મલકાણ, ઉત્તમભાઈ રાઠોડ, હરેશભાઈ સાંગાણી વગેરેના માર્ગદર્શનમાં પગપાળા તથા ઢોલ- નગારા/ વાજીંત્રો સાથે નીકળીને નવી કલેકટર કચેરી ખાતે મતદાર સમાજના ઈવીએમ મશીનો પર અને બધા જ રાજકીય પક્ષો પર પણ અવિશ્વાસ હોઈને ચૂંટણી પ્રક્રિયામાંથી આ મશીનોને સદંતર બંધ કરી દઈને મતપત્રકો (બેલેટપેપરો) દ્વારા ચૂંટણીઓ કરાવવા અંગેની માંગણી સાથે  કલેકટરશ્રીને આવેદનપત્રો સોંપાનાર છે.

સંવિધાન બચાવો સંઘર્ષ સમિતિ દિલ્હી સાથે જોડાઈને આ રાષ્ટ્રીય કાર્યક્રમ ઈવીએમ પ્રતિરોધ દિવસ નિમિતે સંવિધાન બચાવવાની આ સંઘર્ષ-રેલીમાં જોડાવા નાગરિકોને અનુરોધ કરાયો છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:22 pm IST)