રાજકોટ
News of Friday, 7th June 2019

BRTS સીટી બસ કોન્ટ્રાકટરની બેદરકારીઃ પ૦ હજારનો દંડ

સીટી બસમાં ૧૧ કંડકટરો ટેમ્પરરી સસ્પેન્ડઃ ૪ ને કાયમી ફરજમાંથી મુકતઃ સીટી બસના રૂટમાં વધારોઃ છેલ્લા એક મહિનામાં ૧૩ લાખ મુસાફરોએ મુસાફરી કરીઃ મે મહિનાનો અહેવાલ રજૂ કરતા બંછાનીધિ પાની

રાજકોટ તા. ૭ :.. રાજકોટ મ્યુ. કોર્પોરેશનનાં નેજા હેઠળ રાજકોટ રાજપથ લી. સંચાલીત આરએમટીએસ  દ્વારા શહેરમાં સીટી બીઆરટીએસ બસ દોડાવવામાં આવી રહી છે. મ્યુ. કમિશ્નર બંછાનીધિ પાનીએ છેલ્લા એક મહિનાનો અહેવાલ રજૂ કર્યો હતો. જેમાં બસ ઓપરેટર, સીકયુરીટી તથા ફેર કલેકશન એજન્સીની કામગીરીમાં બેદરકારી બદલ પ૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. મે માસમાં ૧૩ લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યું હતું કે રાજકોટ મ્યુ. કોર્પોરેશનનાંને રાજકોટ રાજપથ લિ. સંચાલીત આરએમટીએસ  દ્વારા શહેરમાં ચાલતી સિટી બસ અને બી.આર.ટી.એસ. બસ સેવામાં મે મહિનાની કામગીરીનાં પ્રગતિ અહેવાલની વિગતો આજે મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જાહેર કરી હતી. જેમાં કુલ સિટી બસ ૫,૧૦,૬૫૪ કી.મી. ચાલેલ અને કુલ ૭,૩૬,૩૪૮ મુસાફરોએ લાભ લીધો તેમજ બી.આર.ટી.એસ. બસ ૭૬,૬૧૭ કિ.મી. ચાલેલ અને કુલ ૬,૨૭,૭૦૧ મુસાફરોએ મુસાફરી હતી.

સીટી બસ બીઆરટીએસ બસમાં થયેલ કામગીરી

સ્વચ્છતા અભિયાનના પગલે દરેક સિટી બસમાં ટ્વિન ડસ્ટબિન મુકવામાં આવેલ છે. રૂટ નં-૪૧ કે જે પહેલા ગંગોત્રી પાર્કથી વિનોદનગર સુધી હતો. જેને ગંગોત્રી પાર્કથી આગળ વધારીને નંદભૂમિ ટાવર સુધી કરેલ છેરૂટ નં-૨૦ કે જે શાપર વેરાવળથી (SRP CAMP) નો રૂટ છે. તેમાં શાપરથી ઉપડતી બસને કલ્પવન સોસાયટી સુધી લંબાવેલ છે. રૂટ નં-૧૮ કે જે મેટોડાથી આજીડેમ છે. તેને અવધ રોડ પર આવેલ માન. મુખ્યમંત્રીશ્રી આવાસ સુધી લંબાવેલ છે.  સિટી બસના પીક-અપ સ્ટોપ તથા બસ સ્ટોપનું જનરલ રીપેરીંગ કામ પૂર્ણ થવામાં છે. તથા જરૂરી સ્ટોપ પર ટાઇમ ટેબલ અપડેશનનું કાર્ય ચાલુ છે.  જયારે બીઆરટીએસ બસમાં  ગોંડલ ચોકડી શેલ્ટર્સમાં પેસેન્જરની સંખ્યા ખુબ જ માત્રામાં રહેતી હોયપેસેન્જરને શેલ્ટર્સમાં ઉભા રહેવા માટે વધારે સ્પેસ મળે તે હેતુથી શેલ્ટર્સમાં સ્પેસ વધારવા માટે ટીકીટ કાઉન્ટર આગળ ખસેડવામાં આવેલ.

 અકસ્માતના કિસ્સા ઓછા થાય તે હેતુથી (RRL) દ્વારા દરેક સિટી બસમાં નીચે મુજબના સ્લોગનના સ્ટીકર લગાવેલ છે.

આપણા શહેર માટે ખુબ જ અગત્યની જાહેર પરિવહનની બસ ચલાવવાની જવાબદારી મેં સ્વીકારેલી હોયજેથી નાગરિકોની સલામતિ એ મારો મુખ્ય ઉદેશ છે આથી હું પ્રતિજ્ઞાપુર્વક જણાવું છું કે સિટી બીઆરટી બસમાં થયેલ દંડનીય કાર્યવાહીઓ

સીટી બસ સેવામાં બસ ઓપરેટર મારૂતિ ટ્રાવેલ્સને કામમાં બેદરકારી/ગેરરીતી બદલ કુલ ૧૭,પ૦૦ કિ.મી.ની પેનલ્ટી આપેલ છે. સીટી બસ સેવામાં ફેર કલેકશન કરતી એજન્સી ડી.જી.નાકરાણીને કામમાં બેદરકારી ગેરરીતી બદલ કુલ રૂ. ર૪૬૦૦ ની પેનલ્ટી આપેલ છે.સીટી બસ સેવામાં સિકયુરીટી એજન્સી નેશનલ સિકયુરીટી સર્વિસને કામમાં બેદરકારી ગેરરીતી બદલ રૂ. ૯૦૦ ની પેનલ્ટી આપેલ છે  ચેકીંગ દરમિયાન કુલ ૬ જેટલા મુસાફરો ટીકીટ વગર જણાયેલ જેમાં તેમની પાસેથી કુલ રકમ રૂ.પ,૩૮૦ નો અંદાજીત દંડ વસુલ કરેલ છે તથા રપ થી વધુ વેલીડીટી પૂર્ણ થયેલ કન્સેશન પાસ જપ્ત કરેલ છે. સીટી બસ સેવામાં ગેરરીતી સબબ કુલ ૪ કંડકટરને ફરજમાંથી કાયમી ધોરણે ફરજ મુકત કરેલ છે. જયારે કામગીરીમાં અનિયમીતતા સબબ કુલ૧૧ કંડકટરને ટેમ્પરરી સસ્પેન્ડ કરેલ છે તેમજ કંડકટર પુરા  પાડતી એજન્સીને રૂ.૧૩,પ૦૦ ની પેનલ્ટી આપેલી છે.

સીટી બસ સ્ટોપ તથા પીક-અપ સ્ટોપ પર અનઅધિકૃત રીતે જાહેરાત લગાડવા બદલ ગંગા સ્પાને રૂ.રર,૦૦૦ ની તથા હરી કલાસીસને રૂ.૭૮,૦૦૦ નો દંડ ફટકારતી નોટીસ આપેલ છ.ે ત્થા બીઆરટીએસ બસ સેવામાં બસ ઓપરેટર મતેશ્વરી ટ્રાવેલ્સને કામાં બેદરકારી ગેરરીતી બદલ ર,૩ર૦ કિ.મી.ની પેનલ્ટી આપેલ છે. બીઆરટી એસ બસ સેવામાં એકસ મેન તથા સિકયુરીટી પ્રોવાઇડ કરતી એજન્સી જે.કે. સિકયુરીટી સર્વિસને કામમાં બેદરકારી ગેરરીતી બદલ રૂ.૪ર,૬ર૧ ની પેનલ્ટી આપેલ ેછ. ચેકીંગ દરમિયાન કુલ ૬ જેટલા મુસાકરો ટીકીટ વગર જણાયેલ જેમાં તેમની પાસેથી કુલ રકમ રૂ.૬૦૦ નો અંદાજી દંડ વસુલ કરેલ છે તથા ૩૦ થી વધુ વેલીડીટી પુર્ણ થયેલ કન્સેશન પાસ જપ્ત કરેલ છે.

વધુમાં કંડકટર દ્વારા નિયત દરની ટીકીટ ન આપે કે તેની કામગીરીમાં અનિયમીતતા જણાય રાજકોટ મહાનગરપાલિકાના ર૪.૭ ઘોરણે કાર્યરત કોલ સેન્ટર નંબર ૦ર૮૧ ર૪પ૦૦૭૭ પર ફરીયાદ નોંધાવી શકાય છે તેમ મ્યુ.કોર્પોરેશન સતાવાર યાદીમાં જણાવાયું છે.

(3:51 pm IST)