રાજકોટ
News of Friday, 7th June 2019

પૂ. ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામમાં સોનલ સદાવ્રત સમારોહ યોજાયો

રાશન કીટ, કેરીના બોકસ, ફુલ સ્કેપ ચોપડા, માટલુ, ગયણાનું વિતરણ

રાજકોટ તા. ૭ :.. ગો. સંપ્રના સૌરાષ્ટ્રના સિંહણ બા. બ્ર. પૂ. શ્રી ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામમાં આજે સોનલ સદાવ્રત સમારોહ સંપન્ન થયેલ. જેમાં સૌથી પ્રથમ દરેક સાર્ધમીકોને ચા-નાસ્તો અપાયેલ.

દરેકને જીવન જરૂરીયાતની રાશનની કીટ, કેરી બોકસ, ફુલસ્કેપ ચોપડા, તથા છાશ, માટલુ, તથા જળ ગાળવાનું ગરણું વિતરણ કરવામાં આવેલ હતું. આજના વિતરણના મુખ્ય પ્રદાતા દાનરત્ના શારદાબેન મોદી, રીનાબેન જિતુભાઇ બેનાણી, રાજુભાઇ લલીતભાઇ મોદી, રેખાબેન, ભાવનાબેન શાહ, રમેશભાઇ એલ. દોશી, જલ્પાબેન દોશી (બેંગલોર), આર. આર. બાવીસી પરીવાર સાથે જૈન વિઝન ટીમ દ્વારા સોનલ સદાવ્રતના લાભાર્થીઓને લોકોને એસી જેવી અનુભૂતિ કરાવાતું ઠંડા માટલુ તથા જળ ગાળવાનું ગરણું વિતરણ કરાયેલ હતું. છાશ પણ સાથે હતી.

ભગવાન તુલ્ય પૂ. ઇન્દુબાઇ મહાસતીજીની અવિરત કૃપા પર એવંમ સાધ્વીરત્ના કોમ્પ્યુટર માઇન્ડ ધરાવતા સોનલબાઇ મહાસતીજીની યોગ્ય પ્રેરણાથી નાલંદા તીર્થધામની ધન્ય ધરા ઉપર છેલ્લા ૧૮ વર્ષોથી સૌરભવંતી સેવાકીય સદપ્રવૃતિઓ સુંચારૂ રીતે ચાલી રહેલ છે.

જેમાં દર મહીને રાશન કીટ, દર ર૦ તારીખે ઔષધ દાન, શૈક્ષણીક દાન, રોજનું જીવદયા અનુકંપા દાન, આહારદાન ચાલી રહેલ છે.

આ પ્રસંગે નાસ્તો દાનરત્ના શારદાબેન મોદી તરફથી હતો. આ પ્રસંગે સોનલ સેવા મંડળ, સોનલ સહેલી મંડળ, સોનલ સીનીયર સીટીઝન, સોનલ સેવા ગ્રુપ સાથે ટીમ જૈન વિઝન જહેમત ઉઠાવી હતી.

આ પ્રસંગે અશોકભાઇ દોશી, જયેશભાઇ માવાણી, નિલેશભાઇ શાહ, જયેશભાઇ માવાણી, નિલેશભાઇ શાહ, જયેશભાઇ સંઘાણી, ભુપેન્દ્રભાઇ મેતા, રૂ. ૧૦ પ્રભાવના હતી. આ પ્રસંગે મિલનભાઇ કોઠારી, નીતિનભાઇ મેતા, રાજીવભાઇ ઘેલાણી, જય મેતા, પરેશભાઇ ચાવડા, બાબુભાઇ, સુસીલભાઇ ગોડા, પરેશભાઇ સંઘાણી, જંકશન યુવક મંડળના રાજુભાઇ મોદી, નિરવભાઇ સંઘવી ખાસ ઉપસ્થિત રહી અનુમોદના કરેલ હતી.

(3:47 pm IST)