રાજકોટ
News of Friday, 7th June 2019

વોર્ડ નં.૧૦-૧૩-૧૫ માંથી ૧૪૮૫ ટન કચરાનો નિકાલઃ ૧૪૭ ઘરોમાં ચેકીંગ

રાજકોટઃ દેશમાં ''સ્વચ્છતા ભારત મિશન અંતર્ગત સ્વચ્છતાનો શુભારંભ કરેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ''વન ડે-થ્રી વોર્ડ'' સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવેલ છે. જેના અનુસંધાને આજે રોજ વેસ્ટ ઝોનના વોર્ડ નં.૧૦, ૧૩, ૧૫ ઝુંબેશ હાથ ધરાઈ હતી. જેમાં ૭૧૫ વિસ્તારોમાંથી ૧૪૨ ટન કચરાનો નિકાલ કરાર્યો. ૧૪૮૫ ઘરોની મુલાકાત લઇ ૬૧૩૨ ટાંકા-પી૫ સહિતના પાત્રો તપાસવામાં આવેલ ૩૯૭ દ્યરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવેલ, ૧૫૩ દ્યરોમાં પોરાભક્ષક ગપ્પી માછલીઓનું વિતરણ કરવામાં આવેલ તથા ખાડામાં અને વોકળામાં દવા છંટકાવની કામગીરી કરવામાં આવેલ ૩૬૯૨ પત્રિકાનું વિતરણ કરવામાં આવેલ હતુ. આજની આ કામગીરીમાં મેયર બીનાબેન આચર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, ડ્રેનેજ કમિટી ચેરમેન જયોત્સનાબેન ટીલાળા, વોર્ડ નં.૧૩ના કોર્પોરેટરશ્રી નીતિનભાઈ રામાણી, વોર્ડ નં.૧૦ પ્રભારી ડો.માધવભાઈ દવે, પ્રમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી હરેશભાઈ કાનાણી, પરેશભાઈ તન્ના, વોર્ડ નં.૧૩ પ્રભારી રાજુભાઈ બોરીચા, પ્રમુખ હસુભાઈ ચોવટિયા, મહામંત્રી યોગેશભાઈ ભુવા, વોર્ડ નં.૧૫ પ્રભારી માવજીભાઈ ડોડીયા, પ્રમુખ ભીખુભાઈ ડાભી, મહામંત્રી રત્નાભાઈ મોરી, મહેશભાઈ બથવાર, ભાજપ અગ્રણી શૈલેશભાઈ ડાંગર, વિજયભાઈ ટોળીયા તથા રાજકોટ મહાનગરપાલિકાના અદ્યિકારીશ્રીઓ તેમજ વોર્ડના અગ્રણીઓ તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:40 pm IST)