રાજકોટ
News of Friday, 7th June 2019

સફાઇ કર્મચારીઓને ફેસ માસ્ક, વાહન ચાલકો અને પાનની દુકાન ઘારકોને 'સ્વચ્છતા પર્સ'નું વિતરણ

રાજકોટઃ ૫ જુન ૨૦૧૯ના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે રાજકોટ મહાનગરપાલિકા, રોટરી કલબ ઓફ રાજકોટ અને ZP Impexના સંયુકત ઉપક્રમે સફાઈ કર્મચારીઓને એન્ટી પોલ્યુશન ફેસ માસ્ક અને દરેક વોર્ડમાં તેમજ વાહન ચાલકો તેમજ પાનની દુકાનનો સ્વચ્છતા પર્સનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમ મ્યુનિ. કમિશનર  બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.  વધુ માહિતી આપતા મ્યુનિ. કમિશનરએ કહેલું કે, ZP Impexના પ્રતિક ભાઈ મહેતા, ઝીલભાઈ પટેલ અને માહફૂઝભાઈ વાળા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના સફાઇ કર્મચારીઓને ૬૦૦૦ એન્ટી પોલ્યુશન ફેસ માસ્કનું રાજકોટ શહેરના તમામ વોર્ડના સફાઈ કામદારઓને  વીના મુલ્યે વિતરણ કરવામાં આવેલ છે, તથા રોટરી કલબ ઓફ રાજકોટના ડો. હિતા મેહતા તથા રાજકોટ મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે રાજકોટ શહેરના દરેક વોર્ડમાં સ્વચ્છતા અંતર્ગત 'સ્વચ્છતા પર્સ' વાહન ચાલકો અને પાનની દુકાનોને  વિતરણ કરવામાં આવેલ હતું એ ઉપરોકત કાર્યક્રમ corporate social responsibility (CSR) funds CSR એકટીવીટીના ભાગ રૂપે કરેલ હતો. જેને સફળ બનાવા માટે ZP Impex,  રોટરી કલબ ઓફ રાજકોટ અને  રાજકોટ મહાનગરપાલિકાના મેયરશ્રી બીનાબેન આચાર્ય, મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની, પર્યાવરણ ઈજનેર નિલેશભાઈ પરમાર અને જેજે ગ્રુપના  જયભાઈ જોબનપુત્રા તથા ડો. હિતા મેહતા દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી બન્યા હતા.

(3:39 pm IST)