રાજકોટ
News of Friday, 7th June 2019

હરણી રોઝુ રાખતા સદર વિસ્તારનો રઘુવંશી પરિવાર

રાજકોટઃ માહે રમઝાન માસમાં હરણી રોઝુ રાખીને રઘુવંશી પરિવાર સદર વિસ્તારનું કોમી એકતાનું પ્રતિક બની ગયેલ છે. સદર વિસ્તારમાં વર્ષોથી રઘુવંશી પરિવારોનું એક આગવું વર્ચસ્વ રહેલું છે, કેમ કે સદર વિસ્તારમાં વધારે રઘુવંશી પરિવારો રહે છે. વર્ષો અગાઉની વાત કરીએ તો અહીંયાની ખાણી-પીણીની, વેપાર-ધંધામાં દરેક વસ્તુમાં પણ રઘુવંશીનું આગવું નામ રહેલું છે. રમઝાન માસના ર૭માં હરણી રોઝુ હોય છે, રઘુવંશી પરિવારના છોટાલાલ દ્વારકાદાસ રાચ્છનો સમગ્ર પરિવાર જેમાં પ્રતિકભાઇ નિતેષભાઇ રાચ્છ, ઉર્વીબેન ચંદ્રેશભાઇ રાચ્છ, સેહલબેન નિતેષભાઇ રાચ્છ, દર્શનભાઇ ચિરાગભાઇ રાચ્છ, પુજાબેન નિલેષભાઇ રાચ્છ, ભાવેશભાઇ છોટાલાલ રાચ્છ, દિપ ચિરાગભાઇ રાચ્છ, કૃણાલભાઇ ચંદ્રેશભાઇ રાચ્છ, તેજસ્વીબેન ભાવેશભાઇ રાચ્છ, તક્ષ ભાવેશભાઇ રાચ્છ, સાચી નિલેશભાઇ રાચ્છ, ચંદ્રેશભાઇ છોટાલાલ રાચ્છે હરણી રોઝુ રાખેલ હતું.  તસ્વીરમાં મુસ્લીમ આગેવાન હબીબભાઇ ગનીબાપુ કટારીયા પોતાના પાડોશી અને એક કુટુંબની જેમ વર્ષોથી સાથે રહેતા ઉર્વીબેન રાચ્છ તથા પૂજાબેન રાચ્છને ખુશીથી રોઝુ ખોલાવતાં તસ્વીરમાં નજરે પડે છે.

(3:33 pm IST)