રાજકોટ
News of Friday, 7th June 2019

ટ્રાયની 'કટસેફ' સમિતિમાં રમાબેન માવાણીની નિયુકિત

રાજકોટ તા. ૭ : ટેલીકોમ રેગ્યુલેરીટી ઓથોરીટી ઓફ ઇન્ડીયા ટ્રાય ન્યુ દિલ્હી દ્વારા ટેલી કોમ્યુનીકેશન કન્ઝયુમર્સ એજયુકેશન એન્ડ પ્રોટેકશન ફંડ કમીટીમાં શ્રીમતી રમાબેન માવાણી (માજીફ સંસદ સભ્ય) ની નિમણુંક કરવામાં આવેલ છે.

ટેલી કોમ્યુનીકેશનનું વપરાશ કરતા ગ્રાહકોને જાગૃત અને સશકત કરવા અને ગ્રાહકોના રક્ષણ કરવા મોટુ આર્થિક ભંડોળ ટ્રાય પાસે ઉપલબ્ધ હોય છે. કટસેફ કમીટી દ્વારા ટ્રાયના આ ભંડોળના વપરાશની યોજનાઓ અને કાર્યક્રમો નિરધારીત કરવામાં આવતા હોય છે.

કટસેફ કમીટીના સદસ્યા તરીકે શ્રીમતી રમાબેન માવાણીએ ટ્રાયના ચેરમેન શ્રીરામ સેવક શર્માને એક વર્ષ દરમિયાન કરવાના કાર્યક્રમો સંબંધે સૂચનો મોકલી આપેલ છે. ટેલી કોમ્યુનીકેશન, કેબલ, ડી.ટી.એચ. ગ્રાહકોને મળતી સર્વીસ સંબંધે કોઇ ફરીયાદ હોય તો શ્રીમતી રમાબેન આર. માવાણી,  ૩૨૯- પોપટભાઇ સોરઠીયા ભવન, સદર બજાર, રાજકોટ (મો.૯૪૨૬૨ ૦૧૬૧૧) ને મોકલી આપવા જણાવેલ છે.

(3:29 pm IST)