રાજકોટ
News of Friday, 7th June 2019

કાલથી ગુર્જર સુતાર જ્ઞાતિની રાત્રી પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટઃ દેશભરમાંથી ૨૮ ટીમો વચ્ચે જંગ

ડ્રાઈવઈન સિનેમા ખાતે હર્ષદભાઈ ખંભાયતા સ્મૃતિ કપ એક સપ્તાહ યોજાશે : દરરોજ ૪ લીગ મેચ, દરરોજ ૪ ઈનામો, ચેમ્પિયન- રનર્સઅપ ટીમને ટ્રોફી

રાજકોટ,તા.૭: ગુર્જર સુતાર જ્ઞાતિમાં રમતગમતનાં માધ્યમથી મૈત્રી ભાવનાનો વિકાસ થાયએ હેતુથી છેલ્લા ૨૩ વર્ષથી ગજજર સ્પોર્ટસ કલબ દ્વારા યોજાતી રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટનો કાલથી ભવ્ય પ્રારંભ થાશે. તા.૮ થી ૧૫ જુન સુધી ડ્રાઈવ ઈન સિનેમા ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ રસીયાઓનો મેળાવડો જામશે. આ ટુર્નામેન્ટમાં રાજકોટના નામાંકીત ઉદ્યોગપતિઓ, રાજકીય મહાનુભાવો, સરકારી અમલદારો, જ્ઞાતિજનો ક્રિકેટ રમવાનો તથા જોવાનો લ્હાવો લેશે.

આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમ અને રનર્સઅપ ટીમ તેમજ મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સીરીઝ, બેસ્ટ બોલર, બેસ્ટ ફીલ્ડર, બેસ્ટ બેસ્ટમેન, બેસ્ટ વિકેટ કીપરને ટ્રોફી તેમજ પ્રોત્સાહક ઈનામો અને રોકડ ઈનામો આપવામાં આવશે. રોજના ૪ મેચો રમાડશે. જેમાં રાજકોટ, અમદાવાદ, મુંબઈ, જામનગર, મોરબી, વાંકાનેર, જૂનાગઢ, ગોંડલ, કચ્છ, ભૂજ, આદીપુરા, બરોડા, ભાવનગર, પાલનપુરની ટીમો ભાગ લેશે.

ક્રિકેટ મેચ સાથે અન્ય આકર્ષણોમાં તાલાલા ગીરનાં હબસી કલાકારોના ડાન્સ,  જાણીતાં ક્રિકેટરોનાં ડુપ્લીકેટ, ડ્રીંકસ માટે લાઈટીંગ કાર, મહેમાનો માટે વીઆઈપી બેઠક વ્યવસ્થા, બહેનો માટે અલગ બેઠક વ્યવસ્થા, કોમેન્ટ્રી બોકસ, એલઈડીં લાઈટીંગ વાળા સ્ટમ્પ, અનુભવી અમ્પાયરો, સ્કોરરો તથા ગ્રાઉન્ડમેનો, ખેલાડીઓ માટે અલગ પેવેલીયન, ૪ લાઈટીંગ ટાવરો, લાઈવ કોમેન્ટ્રી જેવા અનેક આકર્ષણો રંગત જમાવશે.

આયોજનમાં  ગજજર સ્પોર્ટસ કલબ વતી પ્રમુખ યોગીનભાઈ છનીયારા (મો.૯૮૨૫૦ ૭૫૦૨૩)ની આગેવાની હેઠળ આયોજક સમિતિનાં પ્રજેશભાઈ છનીયારા, વૈભવભાઈ તલસાણીયા, કલ્પેશભાઈ સંચાણીયા, તેમજ કારોબારી સમિતીના રાકેશભાઈ પંચાસરા, અનિલભાઈ ધ્રાંગધરીયા, હિરેનભાઈ ભાડેશીયા, રિતેષભાઈ ધ્રાંગધરીયા, દિપકભાઈ પીલોજપરા, વિનીતભાઈ છનીયારા, હીરેન ગજજર, હાર્દિક ગજજર, હિતેષ દુધૈયા, નેહલ પીલોજપરા, ધર્મેશભાઈ સીનરોજા, કિશોર ત્રાટીયા, જીજ્ઞેશ સંચાણીયા, વિનોદસંચાણીયા, ચિરાગ ધ્રાંગધરીયા, ભાવેશ ધોરેચા, દવે ગજજર, દેવાંગ ગજજર, ઉમેશભાઈ વિ.જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ પ્રિન્સ બગથરીયા)

(3:25 pm IST)