રાજકોટ
News of Friday, 7th June 2019

રાધેકૃષ્ણ સોસાયટીના રહેવાસીઓની ફરિયાદ સામે વળતી રજૂઆતઃ સવર્ણો બદનામ કરતાં હોવાનો બચાવ

રાજકોટઃ ગઇકાલે યુનિવર્સિટી રોડ પરની રાધેકૃષ્ણ સોસાયટીના ૬૫ જેટલા રહેવાસી પરિવારોએ કકળતી આંતરડી અને ચોધાર આંસુ સાથે કાયદો અને વ્યવસ્થાની સરેઆમ ઠેકડી ઉડાડતી ગુંડા ટોળકીના ત્રાસ અંગે વિસ્તૃત રજૂઆત કરી પોલીસ કમિશનર કચેરી ખાતે ન્યાયની માંગણી સાથે ધરણા કર્યા હતાં. આ રજૂઆત સંદર્ભે પોલીસ તંત્ર દ્વારા ૨૪*૭ પીસીઆર વેનનું પેટ્રોલીંગ ફાળવી દીધુ છે. દરમિયાન ભરત નારણભાઇ સોસા, રંજનબેન રમેશભાઇ માહલીયા અને હંસાબેન મુકેશભાઇ મણવર (રહે. રાધેકૃષ્ણ સોસાયટી) દ્વારા લેખિત રજૂઆત કરી આ વિસ્તારના શિતલબા ચુડાસમા, અનિલ જેઠવા, દિપાબેન આહિર સહિતના સોસાયટીના સભ્યો દ્વારા અનુસુચિત જાતી પ્રત્યે હડધુત કરીને સામુહિક બહિષ્કાર તેમજ બદનામ કરવાની કોશિષ થઇ રહ્યાનો વળતો આક્ષેપ કરતી રજૂઆત કરી છે. તસ્વીરમાં રજૂઆત કરતાં અનુસુચિત જાતીના પરિવારના સભ્યો અને ટેકેદારો નજરે પડે છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:23 pm IST)