News of Friday, 7th June 2019
રાજકોટના બંગડી બજારમાં લાલાભાઈના ભોંયરામાં લિફ્ટમાં ફસાઈ જતા કેતન અગ્રાવતનું કરૂણમોત
રાજકોટની બગડીબજારમાં આવેલ લાલાભાઈના ભોંયરામાં લિફ્ટમાં ફાસાઈ જતા યુવાનનું કરૂણમોત નીપજ્યું છે
આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આ લખાય છે ત્યારે યુવકનો મૃતદેહ પડ્યો છે. લિફ્ટ બ્રેકરને બોલાવવામાં આવ્યા છે ત્યારબાદ મૃતદેહને બહાર કાઢવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં લાલાભાઇના ભોંયરા પાસેની ઇમારતમાં આ બનાવ બન્યો છે. જ્યાં લિફ્ટમાં ફસાઇ જતાં કેતન અગ્રાવત નામના કર્મચારીનું મોત નીપજ્યું છે. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાંતા બે હાઇડ્રોલિક પ્લેટફોર્મ લઇને ઘટના સ્થળે પહોંચ્યું છે. ફાયરના જવાનોએ લિફ્ટમાંથી કેતનના મૃતદેહને બહાર કાઢવાની કામગીરી હાથધરી છે.
(9:43 pm IST)