રાજકોટ
News of Thursday, 7th June 2018

ભરણ પોષણ વધારાની અરજી સંદર્ભે કોર્ટ હુકમત અંગેની પતિની અરજી રદ

રાજકોટ તા. ૭ :.. અરજદારની ભરણ  પોષણ વધારવાની અરજી અંગે કોર્ટની હકુમત સબંધે સામાવાળાએ લીધેલ વાંધો ફેમીલી કોર્ટના એડી. જજ શ્રી એમ. આઇ. પઠાણે નામંજૂર કરતો હુકમ કરી અરજી નામંજૂર કરી હતી.

આ કામના અરજદાર નશીમબેન બખતે   D/o. મજીદખાન, રહે. રાજકોટ વાળાએ તેના  પતિ નઝીર અહેમદખાનજી અસરફખાનજી બાબી, જૂનાગઢ વાળા સામે ક્રિમીનલ પ્રો. કોડ કલમ-૧ર૭ મુજબ ભરણ પોષણની રકમમાં વધારો કરવા કરેલ અરજી અંગે સામાવાળા પતિએ આ કામના અરજદારને અગાઉ ભરણ પોષણ અંગે અમદાવાદની મેટ્રોપોલીટન કોર્ટ નં. ર માં અરજી કરેલ જેથી અરજદારની ભરણ પોષણમાં વધારો કરવા અંગે રાજકોટ ખાતેની ફેમીલી કોર્ટમાં કરેલ અરજી હકુમતના મુદ્ે અરજી રદ કરવા સામાવાળા પતિએ અરજી કરેલ.

આ અંગે અરજદારના વકીલ અને સામાવાળાના વકીલોએ કરેલ સુનાવણી, રજૂઆત લક્ષમાં લઇ રાજકોટના ફેમીલી કોર્ટના એડી. જજ શ્રી એમ. આઇ. પઠાણે અરજદારના વકીલની રજૂઆતને લક્ષમાં લઇ અરજદાર હાલ રાજકોટ ખાતે રહેતા હોય જેથી કાયદા મુજબ અરજી ભરણ પોષણ વધારવાની ફેમીલી કોર્ટને રાજકોટ કોર્ટને ચલાવવા અને નિર્ણય કરવા સંપૂર્ણ હકુમત છે તેમ ઠરાવી સામાવાળા પતિની હકુમત સબંધેની અરજી રદ કરતો હુકમ કરેલ છે.

આ કામે અરજદાર નસીમબેન મજીદખાન વતી રાજકોટના જાણીતા એડવોકેટ મેઘાબેન બી. મહેતા રોકાયેલ છે. (પ-ર૪)

(4:32 pm IST)