રાજકોટ
News of Thursday, 7th June 2018

રૈયાધારમાં અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી બે પરિવાર વચ્ચે માથાકુટ

દેવીપૂજક અને રાવળદેવ વચ્ચે થયેલા ડખ્ખામાં સામસામી ફરીયાદ

રાજકોટ, તા. ૭ :. રૈયાધાર મફતીયાપરામાં અગાઉ થયેલા ડખ્ખાનો ખાર રાખી દેવીપૂજક અને રાવળદેવ પરિવાર વચ્ચે ડખ્ખો થતા સામસામી ફરીયાદ થઈ છે.

મળતી વિગત મુજબ રૈયાધાર મંદિરની પાછળ મફતીયાપરામાં રહેતો સતીષ રાજુભાઈ વઢવાણીયા ગઈકાલે પોતાની દુકાને હતો ત્યારે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખી રૈયાધારનો પિયુષ, તેનો નાનો ભાઈ યશલો અને લાલો ત્રણેયે આવી સતિષનને ગાળો આપતા તેણે ગાળો બોલવાની ના પાડતા પિયુષે છરી કાઢી ગળા ઉપર રાખી જાનથી મારી નાખવાની ધમકી આપતા સતિષની માતા નીમુબેને ફરીયાદ નોંધાવી છે જ્યારે સામાપક્ષે રૈયાધારના પરેશભાઈ પુનાભાઈ ડાભી (ઉ.વ. ૫૦) રાધેશ્યામ ગૌશાળા પાસે હતા ત્યારે અજય, વિજય, ધરમ અને અમર આવી 'તમારો દીકરો કયાં છે ?' તેમ કહી ગાળો આપી પરેશભાઈ તથા તેનો પુત્ર યશને ધોકા વડે માર મારી ઢીકાપાટુનો માર માર્યો હતો. આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઈ ડી.વી. બાલાસરા તથા રાઈટર બોઘાભાઈએ તપાસ હાથ ધરી છે.(૨-૨૧)

(4:30 pm IST)