રાજકોટ
News of Thursday, 7th June 2018

ગ્રામપંચાયતના નિવૃત કર્મચારીને પેન્શન ચુકવવા હાઇકોર્ટનો હુકમ

હાઇકોર્ટ દ્વારા સરકારને ૨૫ હજારનો દંડ ફટકાર્યો

રાજકોટ તા ૭ : રૂપાંતરીત ગ્રામ પંચાયત કર્મચારી સંઘના પ્રમુખશ્રી ઘનશ્યામદાસ એ. અગ્રાવતની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, વડોદરા જીલ્લાની કાયા વડોદર બિન રૂપાંતરીત ગ્રામ પંચાયતના નિવૃત ઓકટ્રોયકલાર્ક ચંદુલાલ પટેલ વય મર્યાદાના કારણે નિવૃત થયેલ હતા. તેઓને પેન્શન કે નિવૃતીના અન્ય લાભો મળેલ નહીં. તેથી તેઓએ ગુજરાત હાઇકોર્ટમાં તેઓના એડવોકેટ મારફત રીટ પીટીશન દાખલ કરેલ હતી. તેઓની રીટ પીટીશન માં ગુજરાત હાઇકોર્ટના સીંગલ જજે હુકમ કરેલ હતો. ગુજરાત સરકાર અને વડોદરા જીલ્લા પંચાયત બંનેએ અલગ લેટર્સ પેટન્ટ અપીલ દાખલ કરેલ હતી.

સરકારશ્રીની દલીલ હતી કે કામદારની નિમણુંક માન્ય પધધતિ મુજબ થયેલ નથી, તેમજ મંજુર થયેલ સેટ-અપ  ઉપર નિમણુંક થયેલ નથી. તેમજ દલીલ હતી કે આ પંચાયત બિન રૂપાંતરીત પંચાયત હોય તેમનેપેન્શનકે નિવૃતિના લાભો મળી શકે નહીં

કર્મચારી તરફે તેમના ધારાશાસ્ત્રી બીપીનભાઇ આઇ. મહેતાએ દલીલો કરી હતી કે સુપ્રિમ કોર્ટે ઓખા ગ્રામપંચાયતના કેસમાં બધાજ પ્રશ્નો નક્કી કરી આપેલ છે. સુપ્રિમકોર્ટનાચુકાદા બાદ તેમના તારણો વિરૂધ્ધ સરકાર તરફથી દલીલ થઇ શકે નહીં અન ેસરકાર સુપ્રિમકોર્ટના ચુકાદા પ્રમાણે અમલવારી કરવા તથા વર્તવા બંધાયેેલ છે.

ગુજરાત હાઇકોર્ટની ડીવીઝનલ બન્ચે સરકાર તેમજ વડોદર જીલ્લા પંચાયતની અપીલ રદ કરતા જણાવેલ છે કે આ કર્મચારી પેન્શન તથા નિવૃતીના લાભો મેળવવા હક્કદાર છેે તેમજ ગુજરાત હાઇકોર્ટ ેસરકારશ્રી ને રૂા ૨૫૦૦૦/- નો  દંડ પણ કરેલ છે

આ કેસમાં અરજદાર તરફે ધારાશાસ્ત્રી શ્રી બીપીનભાઇ આઇ. મહેતા તથા શ્રી વીકી બી. મહેતા હાજર રહ્યા હતા. અને કર્મચારી સંઘના પ્રમુખશ્રી ઘનશ્યામભાઇ અગ્રાવતે આ કેસમાં ખુબ મહેનત કરીને ધારાશાસ્ત્રીશ્રી ને જરૂરી દસ્તાવેજો પૂરા પાડયા હતા.

આ કેસની દુરગામી અસર એ છે કે આવા બિન રૂપાંતરીત પંચાયતના કર્મચારીઓ પણ પેન્શન મેળવવા હક્કદાર બને છે જરૂર પડયે કર્મચારી સંઘના પ્રમુખશ્રી ઘનશ્યામભાઇ અગ્રાવતનું માર્ગદર્શન મેળવવા સંપર્ક કરવા જણાવેલ છે.(૩.૭)

(12:41 pm IST)