રાજકોટ
News of Thursday, 7th June 2018

હનુમાન મઢી શિવપરાનો ચિરાગ ઉર્ફ ટાલો વાહનચોરીમાં પકડાયો

રાજકોટઃ ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ હનુમાન મઢી પાસે શિવપરા ૪માં રહેતાં દિનેશ ઉર્ફ ચિરાગ ઉર્ફ ટાલો દિલીપભાઇ ડોડીયા (રજપૂત) (ઉ.૨૦)ને વાહન ચોરીના ગુનામાં પકડી લીધો છે. ઇન્ચાર્જ અમે. ડી. ચંદ્રવાડીયાની રાહબરીમાં ગાંધીગ્રામના પીએસઆઇ જી.એન. વાઘેલા, હેડકોન્સ. ઘનશ્યામભાઇ મેણીયા, ભાનુભાઇ મિંયાત્રા, રશ્મીનભાઇ પટેલ, શૈલેષભાઇ પટેલ, દેવાણંદભાઇ સવસેટા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે પીએસઆઇ વાઘેલા અને શૈલેષભાઇ પટેલને મળેલી બાતમી પરથી આ શખ્સને પકડી લેવાયો હતો. તેની પાસેથી ૫૦ હજારનું બાઇક કબ્જે લેવાયું છે. આ શખ્સ અગાઉ મઢી ચોક ભગવતી હોલ પાસે પાનની દૂકાનમાં તોડફોડ અને મારામારીમાં પણ સંડોવાઇ ચુકયાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. મોજશોખ માટે તેણે વાહન ચોરી કરી હતી.  (૧૪.૧૨)

(12:41 pm IST)