રાજકોટ
News of Thursday, 7th June 2018

ભુલી પડેલી બાળકીનો બે કલાકની દોડધામ બાદ તાલુકા પોલીસે પરિવાર સાથે મિલાપ કરાવ્યો

રાજકોટઃ મવડી ઓમનગર પાસે ગત સાંજે ચારેક વાગ્યે એક આશરે બે વર્ષની બાળકી રડતી હોવાની જાણ જાગૃત નાગરિકે પોલીસ કન્ટ્રોલ રૂમમાં કરતાં તાલુકા પોલીસ મથકની પીસીઆર-૨૩ના ઇન્ચાર્જ કોૈશિકભાઇ ગઢવી, ડ્રાઇવર રૂષીભાઇ જાની ત્યાં તાકીદે પહોંચ્યા હતાં અને બાળકીનો કબ્જો સંભાળી તેના વાલીવારસને શોધવા તજવીજ કરી હતી. બાળકી કંઇ બોલતી ન હોઇ પી.આઇ. વી.એસ. વણઝારાને જાણ કરી હતી. તેમના માર્ગદર્શન હેઠળ તપાસ કરવામાં આવ્યા બાદ આ બાળકીના પિતા કિરીટભાઇ ટીલાવત મવડી ૪૦ ફુટ રોડ પર મજૂર કોલોનીમાં રહેતાં હોવાની  માહિતી મળતાં તેને સોંપવામાં આવી હતી. પોલીસે બાળકીને સાથે રાખી ઓમનગર તથા આસપાસની સોસાયટીઓમાં બે કલાક સુધી દોડધામ કરી હતી. અંતે મહેનત લેખે લાગી હતી અને બાળકીનું મિલન તેના પરિવાર સાથે થયું હતું. એસઆરપીમેન સવસીંગભાઇ ચારેલ પણ આ કામમાં જોડાયા હતાં. બાળકી રમતી-રમતી નીકળી ગઇ હતી અને ભુલી પડી હતી.

(12:40 pm IST)