કુવાડવા પોલીસે ૨૪ હજારના દારૂ સાથે ૪ને પકડ્યાઃ કુલ ૮૦ હજારનો મુદ્દામાલ કબ્જે
રાજકોટઃ કુવાડવા પોલીસે દેશી-વિદેશી દારૂના દરોડા પાડ્યા હતાં. કુવાડવા જીઆઇડીસી સાયપર જવાના રસ્તા પરથી હોન્ડા નં. જીજે૩ડીએચ-૩૯૭૯માં રૂ. ૯૬૦૦ના ૯૬ દારૂના ચપલા રાખીને નીકળેલા સાયપરના જગુ માલાભાઇ જાદવ (કોળી) (ઉ.૬૦)ને, કુચીયાદળ હાઇવે પર વિવેકાનંદ કોલેજ નજીકથી પરેશ દિનેશભાઇ પધરીયા (કોળી) (ઉ.૨૧)ને પણ ૯૬૦૦ના ૯૬ ચપલા સાથે, સાતડા ગામના વિપુલ સુખાભાઇ મેઘાણી (ઉ.૨૦)ને રૂ. ૪૮૦૦ની જીનની ચાર બોટલ સાથે, બારવણ ચોકડી પાસેથી બેડલાના દેવીપૂજક ગોપાલ બાધુભાઇ જખાણીયાને રૂ. ૩૦૦ના દેશી દારૂ સાથે પકડી લેવાયો હતો. કુલ રૂ. ૨૪૩૦૦ના દારૂના ચપલા-બોટલ તથા બે મોબાઇલ ફોન, બે બાઇક મળી રૂ. ૮૦૩૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. પી.આઇ. એ.આર. મોડીયાની રાહબરીમાં પીએસઆઇ એમ. કે. ઝાલા, એએસઆઇ આર. કે. ડાંગર, કોન્સ. કૃષ્ણદેવસિંહ જાડેજા, રાજેશભાઇ ચાવડા, મનિષભાઇ ચાવડા, હિતેષભાઇ માલકીયા, દિલીપભાઇ બોરીચા, હરેશભાઇ સારદીયા સહિતના સ્ટાફે નાઇટ પેટ્રોલીંગ દરમિયાન આ કામગીરી કરી હતી.