રાજકોટ
News of Friday, 7th May 2021

મુંજકા ચોકડી પાસે રહેતા યુવાન રાજુ ચાંડપાનો ઝેર પી આપઘાત

રાજકોટ તા. ૭: મુંજકા ચોકડી નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર રાધે ક્રિષ્ના નર્સરી પાસે રહેતાં રાજુભાઇ હમિરભાઇ ચાંડપા (ઉ.વ.૩૩) નામના યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારંમા શોક છવાઇ ગયો છે.

રાજુભાઇએ સાંજે આઠેક વાગ્યે ઘરે ઝેર પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના આર. બી. ગીડાએ યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં હેડકોન્સ. સંજયભાઇ આર. દાફડા અને પ્રકાશભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર રાજુભાઇ પ્રાઇવેટ નોકરી કરતો હતો. સંતાનમાં એક પુત્ર છે. આપઘાતનું કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે.

(11:06 am IST)