રાજકોટ
News of Tuesday, 7th April 2020

જાગનાથ પ્લોટમાં ફલેટમાં જુગાર રમતા ૮ ઝડપાયા

મકાન માલીક અજય રાઠોડ, વિવેક ચૌહાણ, સુનીલ રાઠોડ, ગૌરવ રાઠોડ, નિલેશ રાઠોડ, ઉત્તમ ગીડા, વિજય વાઘેલા અને મુકેશ મુલીયાણાની ધરપકડ

રાજકોટ તા. ૭ : જાગનાથ પ્લોટમાં આવેલા એપાર્ટમેન્ટમાં ફલેટમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે પ્ર.નગર પોલીસે દરોડો પાડી આઠ શખ્સોને ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી પી.કે.દીયોરાની સુચનાથી પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ વી.એસ.વણઝારાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.ડી.પટેલ, આર.એન .હાથલીયા, એમ.બી.ગૌસ્વામી, આર.એ.કપાસી, એએસઆઇ સંજયભાઇ દવે, સુરેશભાઇ જોગરાણા, હરેશભાઇ રત્નોતર, હેડ કોન્સ. અરવિંદભાઇ, દેવશીભાઇ, વિરભદ્રસિંહ, વાલજીભાઇ, વિરદેવસિંહ, જયેન્દ્રસિંહ, યુવરાજસિંહ, ધર્મરાજસિંહ તથા ધર્મેન્દ્રસિંહ, અશોકભાઇ હુંબલ તથા કિશોરસિંહ સહિત લોકડાઉન સંદર્ભે પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે જાગનાથ પ્લોટ શેરી નં. ૧૭માં આવેલા દ્વારમ એપાર્ટમેન્ટમાં ચોથા માળે દરોડો પાડી એપાર્ટમેન્ટમાં જમનાદાસ માણેકનો ફલેટ ભાડે રાખી જુગાર રમાડતા અજય કેશુભાઇ રાઠોડ (ઉ.વ.૪૨), જાગનાથ શેરી નં. ૧૭ના વિવેક દિલીપભાઇ ચૌહાણ (ઉ.વ.૨૭), કોલેજ વાડી શેરીનં. ૫ના સુનીલ જેન્તીભાઇ રાઠોડ (ઉ.વ.૪૦), ગાંધીગ્રામ શેરી નં. ૪ના ગૌરવ દલસુખભાઇ રાઠોડ (ઉ.વ.૨૫), લક્ષ્મીવાડીના નિલેશ શૈલેષભાઇ રાઠોડ (ઉ.વ.૨૮), જાગનાથ શેરી નં. ૧૪ના ઉત્તમ જીતેન્દ્રભાઇ ગીડા (ઉ.વ.૪૬), જાગનાથ શેરી નં. ૧૭ના વિજય પરસોત્તમભાઇ વાઘેલા (ઉ.વ.૨૯) તથા મુકેશ ગોવિંદભાઇ મુલીયાણા (ઉ.વ.૫૬) ને પકડી લઇ રૂ. ૩૬૪૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(4:17 pm IST)