રાજકોટ
News of Tuesday, 7th April 2020

રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી.વૈષ્ણવ દ્વારા તમામ ઉદ્યોગકારોને શ્રમિકોને પગાર કરવા જવા માટે પાસ કઢાવી લેવા માટે અપીલ

જો કોઇ ઉદ્યોગકારોને પગાર ચૂકવવા અંગેની આવી પરવાનગી બાકી હોય તો તાત્કાલીક પોતાના એસોસીએશનોને જાણ કરી પરવાનગી મેળવી લેવી

રાજકોટ,તા.૭: રાજકોટ ચેમ્બરના પ્રમુખશ્રી વી.પી.વૈષ્ણવ દ્વારા જણાવવામાં આવે છે કે હાલમાં લોકડાઉનના સમયગાળામાં મોટાભાગનાં ઉદ્યોગકારોએ પોતાના એસોસીએશનો દ્વારા જાણ કરી પગાર ચૂકવવા અંગેની પરવાનગી મેળવી લીધેલ છે અને ઘણા ઉદ્યોગકારોએ તેમના શ્રમિકોના પગાર ચૂકવી આપેલ છે. તેમ છતાં જો કોઇ ઉદ્યોગકારોને પગાર ચૂકવવા અંગેની આવી પરવાનગી બાકી હોય તો તાત્કાલીક પોતાના એસોસીએશનોને જાણ કરી પરવાનગી મેળવી લેવી. હાલમાં રાજકોટ કલેકલેટરશ્રી પાસે આવેલી તમામ અરજીને પરવાનગી આપી દીધેલ છે. એક પણ પરવાનગી આપવાની બાકી નથી. આમ છતાં જો કોઇને આ સેવાની જરૂરીયાત હોય તો નીચે દર્શાવેલ એસોસીએશોના પ્રતિનિધિઓનો તાત્કાલીક સંપર્ક કરી ઘટતું કરે.

(૧) રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઉપપ્રમુખશ્રી પાર્થ ગણાત્રા મો.૯૮૨૫૪ ૭૮૮૭૭ માનદ્ મંત્રીશ્રી નૌતમ બારસીયા મો. ૯૮૭૯૫ ૪૯૫૫૧

(૨) રાજકોટ એન્જીનિયરીંગ એસોસીએશન પ્રમુખ શ્રી પરેશભાઇ વાસાણી મો. ૯૮૨૫૦ ૭૮૯૦૪ માનદ મંત્રીશ્રી યશભાઇ રાઠોડ મો. ૯૭૨૪૨ ૭૭૭૭૭

(૩) શાપર -વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન પ્રમુખશ્રી કિશોરભાઇ ટીલાળા મો. ૯૯૨૪૧ ૨૦૮૨૦ મેનેજર શ્રી પોપટભાઇ કાછડીયા મો. ૯૯૦૯૧ ૦૦૬૩૭

(૪) હડમતાળા ઇન્ડીસ્ટ્રીયલ એસોસીએશન પ્રમુખશ્રી રમેશભાઇ પાંભર મો. ૯૮૨૫૦ ૩૦૬૩૧ મેનેજરશ્રી અલ્પેશભાઇ મો. ૭૫૬૭૪ ૩૭૬૦૭

(૫) લોધીકા જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીય એસોસીએશન મેટોડા પ્રમુખ શ્રી બીપીનભાઇ હદવાણી મો. ૯૮૨૫૬ ૫૦૨૬૫ ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા મો. ૯૮૨૪૪ ૭૯૪૪૫

(૬) આજી જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન પ્રમુખશ્રી જીવનલાલ પટેલ મો. ૯૩૭૭૬ ૭૬૨૧૨ મંત્રીશ્રી રાજુભાઇ તંતી મો. ૯૯૭૯૮ ૮૬૬૧૧

(૭) લોઠડા પીપલાણા પડવલા ઇન્ડ. એસોસીએશન પ્રમુખશ્રી જયંતીભાઇ સરધારા મો. ૯૮૨૪૨ ૮૪૪૦૩, ઉપપ્રમુખશ્રી સંજયભાઇ કાછડીયા મો. ૯૮૨૫૨ ૧૫ંં૯૯૮

તેમ છતાં કોઇ પણ ઉદ્યોગકારોને શ્રમીકોના પગાર ચુકવવા માટે આવવા-જવામાં મુશ્કેલી હોય તો કલેકટર કચેરીમાં આ પરવાનગી અંગે જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર શ્રી કે.વી.મોરી સાહેબ મો. ૯૨૨૭૭૫૩૬૫૬ અથવા રાજકોટ ચેમ્બરના પ્રમુખ શ્રી વી.પી. વૈષ્ણવ મો. ૯૯૦૯૯ ૯૯૧૯૯ને જાણ કરે જેથી તે અંગે ઘટતું કરી શકાય. આ લોકડાઉન સમય દરમ્યાન સૌ સાથ સહકાર આપે એવી નમ્ર અરજી સાથે ઘરે રહો અને સ્વસ્થ રહો તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.(૨૨.૨૯)

(3:37 pm IST)