રાજકોટ
News of Tuesday, 7th April 2020

દૂધ-શાકભાજીના વેપારીઓને પાસની જરૂર નથી

બાકીના વેપારીઓના કોર્પોરેશને કાઢેલા પાસ વેપારીઓ પાસેથી જમા લઇ તેમને નવા ફોટા સાથેના પાસ અપાશેઃ કલેકટર સાથે વાતચીત

રાજકોટ તા. ૭ :.. કોર્પોરેશને કાઢેલા પાસ પોલીસ તંત્રે કેન્સલ કરી નાખતા વેપારીઓને અન્ય નવા પાસ કઢાવવા કલેકટર કચેરીએ સવારથી દોડી જવુ પડયું છે, અને લાંબી લાઇનો લાગી ગઇ હતી.

દરમિયાન આજે બપોરે ર વાગ્યે 'અકિલા' સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે હા આ કેન્સલ થયેલા પાસ જમા કરાવ્યા બાદ નવા ફોટાવાળા પાસ વેપારીઓને આજથી કાઢી દેવાનું શરૂ કરાયું છે. કોર્પોરેશનને ફોટાવાળા પાસ આપ્યા નથી જે પાસ જમા લઇ નવા પાસ ઇસ્યુ કરાશે. આ માટે ૧પ અધિકારીઓની ટીમ જનસેવા કેન્દ્રમાં બેસાડાઇ છે.

દરમિયાન કલેકટરે જણાવ્યું હતું કે એવું ફાઇનલ કરાયું છે કે દૂધ અને શાકભાજીના વેપારીઓને પાસની જરૂરત નથી, પણ તે રીયલમાં દૂધ કે શાકભાજી વેચતો હોવો જરૂરી છે. આ બંને વસ્તુથી આડમાં તે અન્ય બીઝનેશ કરતો હશે તો તે નહીં ચલાવી લેવાય.

તેમણે જણાવ્યુંહતું કે દૂધ-શાકભાજીના વેપારીઓ-લારીવાળાઓ સવારથી સાંજ દરમિયાન કયો સમય ખુલ્લી રાખી શકશે તે અંગે હવે નિર્ણય લેવાશે. 

(3:34 pm IST)