રાજકોટ
News of Tuesday, 7th February 2023

ચરાડવાના પૂ.દયાનંદગિરિબાપુ ‘અકિલા'ના આંગણે : સ્‍વ.વિણાબેનને અંજલી

મૃત્‍યુ દુઃખદ છે, પણ નિヘતિ છે : વિણાબેનનો આત્‍મા પ્રભુ ચરણોમાં સમાયો છે : પૂ. બાપુ

રાજકોટઃ ચરાડવા મહાકાલી આશ્રમના પૂ.દયાનંદગિરિબાપુ આજે ‘અકિલા'ના આંગણે પધાર્યા હતા. ‘અકિલા'ના તંત્રી શ્રી અજિતભાઇ ગણાત્રાના જીવનસાથી સ્‍વ.વિણાબેન ગણાત્રાને પૂ. બાપુએ અંજલી અર્પણ કરી હતી. દૈવી શકિતનો સાક્ષાત્‍કાર પામેલા પૂ. દયાનંદગિરિજી મહારાજ ૧૩૦ વર્ષની વય ધરાવે છે. તેઓશ્રીએ જણાવ્‍યું હતું કે, મૃત્‍યુ દુઃખદ પ્રસંગ છે, પરંતુ નિヘતિ છે. દરેકે કર્મના બંધનો પુરા થાય ત્‍યારે જવુ પડે છે. સ્‍વ.વિણાબેનનો આત્‍મા ભગવાનના ચરણોમાં સમાયો છે. આ ચિંતાનો વિષય નથી. માણસ પામર છે, શરીર નાશવંત છે. શરીરનો નાશ થશે પણ તેના આત્‍માની સદ્‌ગતિ થાય તેવી પ્રાર્થના આપણે કરવી જોઇએ. દુઃખના સમયે પ્રસન્ન રહીને વિધિ-વિધાન સાથે વિદાય આપવી જોઇએ.  ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, તંત્રીશ્રી અજિતભાઇ ગણાત્રા તથા અકિલા પરિવારના સર્વશ્રી સુનીલભાઇ રાયચુરા, હિંમતભાઇ દવાવાલા, મીનાબેન હરીશભાઇ ચગ, ભાવનાબેન દિપકભાઇ નાગ્રેચા, સ્‍મિતાબેન સુનીલભાઇ રાયચુરા, દિવ્‍યાબેન હિંમતભાઇ દવાવાલા, કિરણબેન નિમિષભાઇ ગણાત્રા, અશ્વિનભાઇ છત્રાળા, સુનિલભાઇ મકવાણા વગેરેએ પૂ. બાપુને ભાવભર્યા વંદન કર્યા હતા. પરમ પૂજય દયાનંદગીરીબાપુ અને પૂજય અમરગીરીબાપુના આશીર્વાદ મેળવ્‍યા હતા. તેમની સાથે બાપુના શિષ્‍યો નજરે પડે છે.  આ પ્રસંગે પૂ. અમરગિરિબાપુ તથા રાજદીપસિંહ ઝાલા, પ્રવીણભાઇ બાવરવા, અશ્વિન દેસાઇ તથા ડો.શશીકાંતભાઇ મારૂ ઉપસ્‍થિત રહયા હતા. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:06 pm IST)