રાજકોટ
News of Friday, 7th February 2020

વીરમાયા પ્લોટમાં મકાનના ઓટા પાસેથી દૂર જવાનું કહેતા ગૌરીબેન ચૌહાણને ધમકી અપાઇ

પાડોશી નરેન્દ્ર ઉર્ફે હસો, બે પુત્રો રાહુલ અને જયદીપ તથા નિશા સામે ગુનો

રાજકોટ, તા. ૭ :  શહેરની મોટી ટાંકી ચોક કોટક સ્કુલ પાછળ વીરમાયા પ્લોટમાં રહેતી મહિલાએ પોતાના બીજા મકાનના ઓટા પાસે ઉભેલી મહિલા અને વૃધ્ધને દૂર જવાનું કહેતા મહિલા સહિત ચાર શખ્સોએ ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મોટી ટાંકી ચોક પાસે આવેલા વીરમાયા પ્લોટ શેરી નં.રમાં રહેતા ગૌરીબેન બાબુભાઇ ચૌહાણ (ઉ.વ.પપ) એ પ્રધ્યુમનનગર પોલીસ મથમાં નોંધાવેલી ફરીયાદમાં વીરમાયા પ્લોટમાં રહેતા નરેન્દ્ર ઉર્ફે હસો, તેનો પુત્ર રાહુલ અને જયદીપ તથા રાહુલની પત્ની નિશાના નામ આપ્યા છે. ગૌરીબેને ફરીયાદમાં જણાવ્યું છે કે, પોતે પતિ સાથે નિવૃત જીવન ગુજારે છે. પુત્ર મહેશ બેંકમાં નોકરી કરે છે. પોતાને બીજુ મકાન પોતાના મકાનની સામે છે. ગઇકાલે પોતે ઘરેથી નીકળી સામે આવેલા પોતાના બીજા મકાનને ગયા ત્યારે મકાનના ઓટા પાસે લતામાં રહેતી નીશા એક વૃધ્ધ વ્યકિત પાસે ઉભી કોઇ જેથી પોતે નીશાને થોડા આધા જાવ મારે મારા મકાનમાં જવુ છે. તેમ કહેતા નીશા જેમ ફાવે તેમ બોલવા લાગેલ અને રાડારાડી કરવા લાગેલ પોતે તેને રાડો પાડવાની ના પાડતા તે એકદમ ઉશ્કરાઇ ગઇ હતી અને પોતાને ગાળો દેવા લાગેલ ત્યાં તેના સસરા નરેન્દ્ર ઉર્ફે હસો બેચરદાસ બે પુત્ર રાહુલ તથા જયદીપ આવી ગયા હતા અને આ તમામ શખ્સો પોતાને ગાળો આપી ઝઘડો કરતા જેથી પોતે કહેલ મારા પતિ આવે ત્યારે તમો આવો તેમ કહેતા રાહુલ અને જયદીપ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દેકારો બલતા આસપાસના લોકો એકઠા થતા ચારેય શખ્સો ભાગી ગયા હતા. આ બનાવ અંગે પ્રનગર પોલીસ મથકના એએસઆઇ કે.વી. માલવીયાએ ગૌરીબેનની ફરીયાદ દાખલ કરી એએસઆઇ સુરેશભાઇ જોગરાણાએ તપાસ હાથ ધરી છે.

(3:44 pm IST)