લોહાનગરમાં સગર્ભા હેતલે દારૂની કોથળી લાવવાની ના પાડતા પતિએ છરી ઝીંકી
માથા અને આંખ પાસે ઇજાઃ પતિનો લાંબા સમયથી ત્રાસ હોવાનું પરિણીતાનું કથન
રાજકોટ તા. ૭: લોહાનગરમાં રામાપીરના મંદિરવાળી શેરીમાં રહેતી હેતલ સુરેશ કરસાંગડીયા (ઉ.૨૨) નામની દેવીપૂજક સગર્ભાને પતિ સુરેશે ઢીકા-પાટુનો માર મારી છરીથી હુમલો કરી માથા અને આંખ પાસે ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થઇ છે.
હેતલના કહેવા મુજબ તેના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે અને હાલમાં પેટમાં બાળક ઉછરી રહ્યું છે. પતિ સુરેશ ભંગારનો ધંધો કરે છે. તેણીએ કહ્યું હતું કે પતિને દારૂ પીવાની ટેવ હોઇ અવાર-નવાર નશો કરીને ત્રાસ ગુજારે છે. ગત રાત્રે પતિએ દારૂની કોથળી લઇ આવવાનું કહેતાં પોતે લેવા નહિ જાય તેમ કહેતાં પતિએ ઉશ્કેરાઇ જઇ મારકુટ કરી છરીથી હુમલો કરી માથા અને આંખ પાસે ઇજા કરી હતી.
હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. મહેન્દ્રભાઇ પરમાર અને દિપસિંહ ચોૈહાણે એ-ડિવીઝન પોલીસને જાણ કરતાં હેતલની ફરિયાદ નોંધવા તજવીજ થઇ હતી. (૧૪.૬)