શિક્ષણ સમિતિના શાસનાધિકારીનો ચાર્જ સંભાળતા સંજયસિંહ ડોડિયા
રાજકોટ,તા. ૭ :. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં શાસનાધિકારી નો ચાર્જ સંજયસિંહ ડોડિયાએ સંભાળ્યો હતો.
આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ ગત સપ્તાહએ રાજયનાં શિક્ષણ વિભાગ દ્વારા રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં શાસનાધિકારી દેવદતભાઇ પંડયાની ગાંધીનગર શીક્ષણ વિભાગમાં બદલી કરવામાં આવી હતી. આ જગ્યા પર રાજકોટ જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારી કિરીટસિંહની નિમણુંક કરવામાં આવી હતી પરંતુ જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ વિભાગનાં મુખ્ય હોદ્દા પર સીનીયર અધિકારીની જરૂરીયાત હોય એવી ગાંધીનગરમાં રજુઆત થતાં આ હુકમ રદ્દ કરી રાજકોટ શિક્ષણ સમિતિનાં શાસનાધિકારી તરીકે જિલ્લા શિક્ષણ વિભાગનાં ઇન્સ્પેકટર સંજયસિંહ ડોડિયાની નિયુકતીનો હુકમ કરવામાં આવ્યો હતો.
નવનિયુકત શાસનાધિકારી તરીકે સંજયસિંહ ડોડિયાએ ચાર્જ સંભાળ્યો હતો. આ અંગે સંજયસિંહએ અકિલા સાથે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યુ હતુ કે, હાલ રજા પર હોય સોમવાર - મંગળવારનાં રોજ રાબેતા મુજબ ઓફિસ કાર્યમાં જોડાય જશે.(૨-૨૪)