રાજકોટ
News of Thursday, 7th February 2019

મોરબી રોડ શિવધારા સોસાયટી વિસ્તારની આવાસ યોજનાનાં ફલેટો ધુળ ખાય છેઃ લોકાર્પણ કરવા લાભાર્થીઓની ઉગ્ર માંગ

રાજકોટ : શહેરનાં મોરબી રોડ ઉપર શિવધારા સોસાયટી પાસે મ્યુ. કોર્પોરેશન દ્વારા બનાવાયેલ આવાસ યોજનાનાં ફલેટ ધુળ ખાઇ રહેલા હોઇ વહેલી તકે લાભાર્થીઓને આ ફલેટોનું લોકાર્પણ કરી દેવા લાભાર્થીઓને કમિશ્નરને આ રજૂઆતમાં જણાવ્યુ છે કે વોર્ડ નં. ૪ માં શીવધારા સોસાયટી મોરબી રોડ, રાજકોટ વાળી સાઇટ ના આવાસના લાભાર્થીઓ ને ર૦૧૭ માં ફાળવણી પત્ર આપવામાં આવેલ. તે વિગતે તેમના નિયમો અનુસાર ફાળવવામાં આવેલ આવાસોના બાંધકામની કાર્યવાહી પ્રગતિ હેઠળ હોય અને નિયમાનુસાર અરજદારોએ સંપૂર્ણ હપ્તાઓની રકમ પુર્ણ કરેલ હોય છતાં નહી સોંપતાં આજે આશરે એક વર્ષથી વધુ સમય પુર્ણ થયેલ હોય હવે આવાસોમાં કચરો, ધુળ, તથા અવાવરૂ જગ્યા બનતી હોય તેથી ફલેટો પડયા બગડવા મંડયા છે. લાભાર્થીઓની નમ્ર અરજ છે. તસ્વીરમાં 'અકિલા' કાર્યાલયની શુભેચ્છા મુલાકાત દરમિયાન આવાસ લોકાર્પણ અંગે થતાં અન્યાયની રજૂઆત કરી રહેલા લાભાર્થીઓ દર્શાય છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (પ-૪૧)

 

 

(3:32 pm IST)