રાજકોટ જીમખાના કલબમાં લોન ટેનિસ- બીલીયર્ડ-સ્નુકર ટુર્નામેન્ટનું સમાપન
રાજકોટઃ જીમખાના કલબ દ્વારા આયોજીત લોન ટેનિસ તથા બીલીયર્ડ- સ્નુકર ટુર્નામેન્ટ ઓપન સૌરાષ્ટ્ર એન્ડ કચ્છ લોન ટેનિસ ટુર્નામેન્ટનું સમાપન થયું છે. શ્રી માઇકલ ફલોરેસ (ગર્વનર, સેંટ એન્થોનીસ ગર્લ્સ એકેડેમી, સંડરલેન્ડ, યુ.કે) રાજકોટ રાજકુમારી મુદુલાકુમારીબા, શ્રી વસંતભાઇ વોરા તથા શ્રી દોલતભાઇ લાલચંદાણી, ડો. દરાયસ, શ્રી હરીશ્વચંદ્રસિંહ જાડેજા દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવેલ. એચ.એચ. ઠાકોર સાહેબ શ્રી પ્રદ્યુમનસિંહજી ઓપન સિંગલ્સમાં શ્રી મીશાલ જાવીયા, ઓપન ડબલ્સમાં શ્રી વિવેક મણીયાર તથા મીશાલ જાવીયા. શ્રી બાબુભાઇ વોરા વેટરન ડબલ્સમાં શ્રી રાજુભાઇ કેસરીયા તથા હરેશ જોધાણી જયારે મહારાણી નરેન્દ્રકુમારીબા જુનીયર બોયઝ અંડર-૧૨માં કેવલ મોદી, અંડર-૧૪માં સિધ્ધાંત પટેલ તથા અન્ડર-૧૮માં સાહિલ લાખાણી અને ગર્લ્સ અંડર-૧૨માં હર્ષવી ટાંક, અંડર-૧૪માં તથા અંડર-૧૮માં પ્રિયાંસી ચૌહાણ વિજેતા થયેલ. આયોજનને સફળ બનાવવામાં પ્રમુખશ્રી ડો. દરાયસ દસ્તુર, વાઇસ પ્રેસીડન્ટ શ્રી દિનેશભાઇ પારેખ, સેક્રેટરીશ્રી હરીશ્વચંદ્રસિંહજી જાડેજા, જોઇન્ટ સેક્રેટરી શ્રી વિપુલભાઇ કામદાર, ખજાનચીશ્રી રાજુભાઇ શેઠ, સવોસ સેક્રેટરીશ્રી જયદિપભાઇ વોરા, સાંસ્કૃતિક સેક્રેટરી શ્રી પુનમભાઇ છોરાઇ, ડો.શ્રી અજય પાટીલ, શ્રી રાજુભાઇ વ્યાસ, શ્રી જીવણસિંહ બારડ, શ્રી પ્રકાશભાઇ બક્ષી, શ્રી પુનિત કોટક તથા શ્રી કુલદીપ જોશીએ જહેમત ઉઠાવી હતી. (૪૦.૨)