રાજકોટ
News of Wednesday, 7th February 2018

કોર્પોરેશનને વાહન વેરાનો લક્ષ્યાંક પુર્ણઃરૂ.૮.ર૬ કરોડની આવક

રિવાઇન્ડ બજેટમાં ૧૦ કરોડનો ટાર્ગેટ અપાયોઃ ૧૦ મહિનામાં ૪૬ હજાર વાહનોની આવક થવા પામી

રાજકોટ તા.૭ : રાજકોટ શહેરમાં એપ્રિલ ર૦૧૭ ની જાન્યુઆરી ર૦૧૮ સુધીમાં પ૬ હજાર વાહનો વેંચાતા કોર્પોરેશનને ૧ર૪ લેખે વાહન પેટાની આવક રૂ. ૮.ર૬ થવા પામી છે આપી ર૦૧૭-૧૮ નો વાહનવેરાનો રૂ.૮.રપ કરોડ ટાર્ગેટ  પુરો થયો છે.

જયારે વર્ષ ર૦૧૭-૧૮ ના રિવાઇન્ડ બજેટમાં રૂ.૧૦ કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છ.ે આ અંગે આસી.મેનેજર ધોણીયાએ  જણાવ્યું હતું કે કોર્પોરેશન દ્વારા ગત બે વર્ષથી વાહનની મુળ કિંમ્તના ૧ ટકા લેખે વેરો વસુલવામાં આવે છે જે એપ્રિલ ર૦૧૭ ની જાન્યુઆરી ર૦૧૮ સુધીમાં ટુ વ્હીલર (પેટ્રોલ) ૪૪,પ૭૪, ટુ વ્હીલર (સીએનજી-પેટ્રોલ-ડીઝલ) ૧ર૦૦ તથા ફોર વ્હીલર (તમામ પ્રકાર) ૯ હજાર સહિત કુલ પ૬ હજાર વાહનોના રૂ.૮.ર૬ કરોડ આવક થવા પામીછે જે વર્ષ ર૦૧૭-૧૮ના રૂ.૮.રપ કરોડના લક્ષ્યાંક પુર્ણ કરવામાં આવ્યો છે જયારે મ્યુનિ. કમિશનર દ્વારા ર૦૧૭-૧૮ ના રિવાઇન્ડ બજેટમાં રૂ.૧૦ કરોડનો ટાર્ગેટ આપવામાંં આવ્યો  છે જે પણ પૂર્ણ થવાની આશા અધીકારીઓ દ્વારા દર્શાવવામાં આવી છ

(3:42 pm IST)