રાજકોટ
News of Thursday, 7th January 2021

કેનેડામાં રહેતો પતિ દહેજની માગ સાથે પત્નીને મારતો હતો

સાસરિયાઓ દ્વારા ત્રાસ અપાતો હોવાની ફરિયાદ : રાજકોટની પરીણિતાએ પતિ, સાસુ-સસરા અને નણંદ સામે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ

રાજકોટ, તા. : રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર રામપાર્કમાં માવતરના ઘરે ત્રણેક મહિનાથી રહેતા અને લોમાં પીએચડી થઈ ચૂકેલા સુશિક્ષીત ગોરાબેન નીરવભાઈ ઘોડાસરા (..૪૧) તેમના પર સાસરિયા દ્વારા ત્રાસ અપાતો હોવાની ફરિયાદમાં હાલ કેનેડા રહેતો પતિ નિરવ મગન ઘોડાસરા તેમજ રાજકોટ કાલાવડ રોડ પર સૌરભ બેંગ્લોઝમાં રહેતા સસરા મગનભાઈ પૂંજા ભાઈ ઘોડાસરા, સાસુ આશાબેન, નણંદ કનિકાના નામો આપ્યા છે.

પોલીસ ફરિયાદમાં ગોરાબેન નવિનચંદ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે તેને અગાઉ ૧૦ વર્ષથી રાજકોટના નિરવ મગનભાઈ ઘોડાસરા સાથે સંબંધ હોય ચારેક વર્ષ પહેલા પરિવારની સહમતિથી બન્નેના લગ્ન થયા હતા. લગ્ન બાદ હું તેની જ્ઞાતિની હોય સાસુ સહિતનાએ તુ કામઢી નથી કામ બાવી છો તેમ કહી મેણા ટોણાં મારતા અને તારા પિતા આર્થિક સધર છે તું કરિયાવરમાં કાંઈ લાવી નથી તેમ કહી વારંવાર નિરવને કેનેડામાં ધંધો સેટ કરવો છે તેમ કહી પૈસાની માંગણી કરતા.

મારા બીજા લગ્ન હોય હું કેનેડા જઈશ એટલે સારું થઈ જશે. આમ ત્રણેક માસથી સાસરિયામાં રહેલ નણંદ પણ કામ બાબતે ત્રાસ આપતી હોય સસરા કહેતા કે નણંદ તારે સાચવવાની છે ત્યારબાદ વિઝા મળી જતા જતી રહી હતી. પતિ અવાર નવાર તોછડાઈ ભર્યું વર્તન કરતો હોય તે દરમિયાન લેબર જોબ મળતા હું કામે ચડી ગઈ હતી જેથી પતિ મને સ્વીકારે એમ કે સારુ થઈ જશે. દરમિયાન ગર્ભ રહેતા તેના પતિને વાત કરતા તેને બાળક નહીં રાખવા દબાણ કર્યું હતું. જેથી મીસકેરેજ થઈ જતાં તેની સારવાર કરવાના બદલે હું માનસિક અસ્થિર છું તેમ કહ્યું હતું.

દરમિયાન થોડા દિવસ પતિ સારી રીતે રહેવા લાગ્યો, તારા પિતાને કહે કે મારે ધંધો કરવો છે. પૈસાની જરૂર છે તેમ પતિએ કહેતા પિતા પાસેથી કટકે કટકે ૪૫ લાખ ધંધા માટે જોઈન્ટ એકાઉન્ટમાં લીધા હતા. જે પૈસાનો ધંધો કરવાના બદલે પતિએ મોજ શોખમાં ઉડાવી દીધા હતા. અને મને ફરી વારંવાર ત્રાસ આપતો અને મારપૂટ કરી દારૂ પી કેનેડામાં કૃરતાપૂર્વક સંબંધ બાંધતો અને ખરાબ વર્તન કરી ફરિયાદ કરતા પોલીસે કાર્યવાહી કરતા તેને ઘેર આવવાનું બંધ કરી છૂટાછેડાની નોટીસ મોકલી હતી.

પતિનો કોન્ટેક કરતા તેનો કોન્ટેક્ટ થતો હોય અને મારે ત્યાં કોઈ આશરો હોય જેથી તા. ૨૨-૦૯-૨૦૨૦ના રોજ રાજકોટ આવી સાસુ-સસરાના ઘેર ગઈ પરંતુ તેને ઘરમાં આવાની ના પાડી કાઢી મુકતા માવતરના ઘેર ત્રણેક માસથી રહું છું તેમ જણાવતા મહિલા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

(9:05 pm IST)