અપના બજાર રાજકોટના ચેરમેન પદે પંકજભાઇ દેસાઇ
રાજકોટ : અપના બજાર (રાજકોટ) એટલે રાજકોટ જિલ્લા મધ્યસ્થ ગ્રાહક સહકારી ભંડાર લી. રાજકોટની વહીવટી સમિતિની ચૂંટણી તાજેતરમાં યોજાઇ ગયેલ. જેમાં ડીરેકટર તરીકે સર્વેશ્રી મહેન્દ્રભાઇ એલ. શેઠ, પંકજભાઇ દેસાઇ, અરવિંદભાઇ એમ. સોજીત્રા, નટવરલાલ જી. ચાવડા, ફુલાભાઇ પી. શીંગાળા, મહેશભાઇ એલ. કોટક, જયંતભાઇ એચ. ધોળકીયા, નૈનાબેન એલ. મકવાણા, જીજ્ઞાબેન એચ. પટેલ, દિપકભાઇ આર. ચાવડા, વિક્રમસિંહ જે. પરમાર તથા ભાગ્યેશભાઇ પી. વોરા ચૂંટાઇ આવેલ છે. વર્ષ ર૦ર૦-ર૦ર૧ માટે સંસ્થાના ચેરમેન તરીકે એડવોકેટ પંકજભાઇ આર. દેસાઇ અને વાઇસ ચેરમેન તરીકે મહેશભાઇ એલ. કોટકની વરણી થયેલ છે. વહીવટી અધિકારી ક્ષિતીજ ડી. ગોરસીયા તેમજ સર્વે સ્ટાફ મિત્રો અને ઉપસ્થિત સર્વે સભાસદો દ્વારા નવનિયુકત ચેરમેન, વાઇસ ચેરમેન અને સર્વે ડીરેકટરશ્રીઓને શુભેચ્છા પાઠવવામાં આવેલ.