રાજકોટ
News of Tuesday, 7th January 2020

પાઠક વિદ્યા મંદિર વાર્ષિકોત્સવ

રાજકોટ : તાજેતરમાં શ્રીમતી એસ. કે. પાઠક વિદ્યા મંદિર ઇન્દ્રપ્રસ્થનગર-૧ માં વિદ્યાર્થીઓમાં રહેલી શકિતઓને ઉજાગર કરવા શાળામાં અનેકવિધ પ્રવૃતિઓ થાય છે. પ્રમુખ સ્વામી હોલમાં વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં કૃષ્ણનું વિરાટ સ્વરૂપના દર્શન, જળકમળ, નૃત્ય નાટિકા, કોકાકોલા, દેશભતિ ડાન્સ, હેલ્લારોની રસની રમઝટ, તલવાર રસ તથા તલવાર નૃત્ય, બોલીવુડ ફયુઝન તથા હોલીવુડ ફયુઝને રંગ જમાવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ડો. રવિ મૃગ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, યુનિવર્સિટીના સિન્ડીકેટ મેમ્બર ભરતભાઇ રામાનુજ શાળાના ટ્રસ્ટી અતુલભાઇ બલદેવ તથા મહેમાનોના હસ્તે ૧૦૦ ટકા હાજરી વાળા વિદ્યાર્થી તેમજ ઉત્તમ ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને તથા કેટલીક ગવર્મેન્ટ શાળાના ઉત્તમ ગુણ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા સ્પોટર્સમાં સિધ્ધિ પ્રાપ્ત કરનારને શિલ્ડ એનાયત કર્યા. આ પ્રસંગે શાળાના માધ્યમિક વિભાગના પ્રિન્સીપાલ જોષી કલ્પનાબેન તથા પ્રાથમિક વિભાગના પ્રીન્સીપાલ આશાબેન પંડિતે માર્ગદર્શન આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તમામ શિક્ષક મિત્રો તથા વાલીગણ તમામ ભુલકાઓએ કાર્યક્રમને અનુરૂપ, ઉપસ્થિત રહી સફળતા  અપાવી કલ્પનાબેને આભાર પ્રકટ કર્યો હતો.

(4:16 pm IST)