રાજકોટ
News of Tuesday, 7th January 2020

વોર્ડ નં. ૩ના રેલનગર વિસ્તારમાં જાહેર શૌચાલય કે યુરિનલ તાકિદે બનાવોઃ રાજાણી

રાજકોટ, તા. ૭ :. મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં. ૩ માં આવેલા અને અંદાજે ૨૦,૦૦૦ની જનસંખ્યા ધરાવતા રેલનગર વિસ્તારમાં એક પણ જાહેર શૌચાલય કે જાહેર યુરિનલ ન હોય તાકીદે બનાવવા કોંગી કોર્પોરેટર અતુલ રાજાણીએ માંગ ઉઠાવી છે.

તેઓએ વિશેષમાં જણાવ્યુ છે કે ઉપરોકત મામલે ભૂતકાળમાં અનેક વખત લેખિત, મૌખિક, ટેલિફોનિક રજૂઆતો કરેલ છે છતા આ બાબતે કોઈ કાર્યવાહી કરાઈ નથી. રેલનગર મેઈન રોડને લાગુ અથવા તો અન્ય કોઈ સ્થળે મહાપાલિકાની પબ્લિક પર્પઝની જમીન આવેલી હોય ત્યાં તાકીદે જાહેર શૌચાલય / યુરિનલ બનાવી આપવા અનુરોધ છે. સ્વચ્છ સર્વેક્ષણ ચાલી રહ્યું છે ત્યારે આ કામગીરી ટોપ પ્રાયોરિટીમાં લેવા તેઓએ અનુરોધ કર્યો છે.

(4:15 pm IST)