રેલનગરમાં સ્કુલ બસે એકટીવાને ઠોકર મારતા બે બાળકોને ઇજા
રાજકોટ, તા. ૭ : શહેરના રેલનગર શીવાજી ટાઇપશીપ પાસે સ્કુલ બસે એકટીવાને ઠોકર મારતા મહિલા અને બે બાળકોને ઇજા થતા ફરીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ દોઢસો ફૂટ રોડ માધાપર બાયપાસ રેલનગરમાં ભગીની નિવેદીતા ટાઉપનશીપમાં રહેતા લતાબેન કિશોરભાઇ ભૂત (ઉ.વ.૪પ) ને ગઇકાલે બીગબજારની સામે અમૃતસાગર પાર્ટી પ્લોટમાં એકઝીબીશનમાં જવાનું હોઇ જેથી પુત્રી ધારા (ઉ.વ.૧૬) અને પાડોશી સુરેશભાઇનો પુત્ર રાજ સાવલીયા (ઉ.વ.૧ર)ને સાથે લઇને જીજે. ૩ બીસી ૯૯૩૪ નંબરના એકટીવામાં જતા હતા ત્યારે રેલનગર શીવાજી ટાઉનશીપ અને ભગીની ટાઉનશીપ વચ્ચે વળાંક પાસે પહોંચતા જીનીયસ સ્કુલની જીજે ૩ એટી ૬૪૪૦ નંબરની બસે એકટીવાને ઠોકર મારતા ત્રણેય ફંગોળાઇ ગયા હોય અને પુત્રી ધારાને કપાળના ભાગે અને ડાબા પગના ભાગે ફેકચર જેવી ઇજા તથા પાડોશીના પુત્રને પગમાં ઇજા થઇ હતી. બાદ બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યારે બસનો ચાલક ભાગી ગયો હોત આ અંગે પ્રનગર પોલીસે બસ ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી એએસઆઇ કનુભાઇએ તપાસ આદરી છે.