રાજકોટ
News of Tuesday, 7th January 2020

કાલે સામાકાંઠે મ્યુ. કોર્પોરેશનનાં શોપીંગ સેન્ટરની ૨૩ દુકાનોની હરરાજી

રાજીવનગર આવાસ યોજના, ગોકુલ નગર, સંતકબીર રોડ પરથી ૧૪.૮૮ ચો.મી થી ૧૫.૬૬ ચો.મી સુધીની દુકાનોની રૂ. ૧૧.૯૦ લાખ થી રૂ. ૧૨.૫૦ લાખ સુધીની અપસેઇટ પ્રાઇઝઃ સવારે ૯ વાગ્યે ભાગ લેનાર ઇચ્છુકોને ઉપસ્થિત રહેવા તંત્રની અપીલ

રાજકોટ,તા.૭:  મહાનગરપાલિકા દ્વારા સંતકબીર રોડ પર, ગોકુલ નગર ખાતે બનાવવામાં આવેલ રાજીવ આવાસ યોજનાના શોપીંગ સેન્ટરમાં આવેલ ૨૩ દુકાનો જાહેર હરરાજી કરી વેંચાણથી આપવાની છે, તેમ મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

વધુ માહિતી આપતા મ્યુનિ. કમિશનરશ્રીએ કહેલું કે, આ દુકાનોની સાઈઝ ૧૪.૮૮ ચો.મી. થી ૧૫.૬૬ ચો.મી. સુધીની છે જેમની અપસેટ કિંમત રૂ.૧૧.૯૦ લાખથી રૂ.૧૨.૫૦ લાખ સુધીની છે. આ હરરાજી આવતીકાલે તા.૮નાં સવારે ૯ કલાકે, ગોકુલ નગર , સંતકબીર રોડ ખાતે યોજાશે

હરરાજીમાં ભાગ લેવા માંગતા વ્યકિતઓએ હરરાજીના સમયે સ્થળ પર હાજર રહેવા જાણ કરવામાં આવે છે. હરરાજીમાં ભાગ લેનાર ઈસમે સ્થળ પર રૂ.૧,૦૦,૦૦૦/- અંકે રૂપિયા એક લાખ પુરા રોકડા અથવા 'રાજકોટ મહાનગરપાલિકા'ના નામના ડીમાન્ડ ડ્રાફ્ટથી ડીપોઝીટ તરીકે ભરવાના રહેશે. ડીપોઝીટ ભરનાર ઈસમ જ હરરાજીમાં ભાગ લઈ શકશે. દુકાનોની અપસેટ કિંમત અને હરરાજીની શરતો વેબસાઈટ www.rmc.gov.in પરથી તેમજ એસ્ટેટ વિભાગ, રૂમ નં.૧૦, ત્રીજો માળ, ડો. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ (ફોન.૦૨૮૧-૨૨૨૨૫૪૦) ખાતેથી રૂબરૂ મળી શકશે. તેમ મ્યુ.કમિશ્નરની સતાવાર યાદીમાં જણાવાયું છે.

(4:05 pm IST)