રાજકોટ
News of Tuesday, 7th January 2020

અશ્વ શો-સૂચિતમાં ૧૫૦૦ને દાવા-સનદ વિતરણઃ એર શો-ફલાવર-ડ્રોન શોની હારમાળા

૨૬મી જાન્યુઆરીની ઉજવણી સંદર્ભે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં તા. ૧૮ થી ૨૬ દરમિયાન ઢગલાબંધ ૨૦થી વધુ કાર્યક્રમો : કલેકટર કચેરીમાં મોડલ સેવા કેન્દ્રનું ઉદ્ઘાટનઃ લાઈટીંગ પ્રોજેકટ, ખીરસરા જીઆઈડીસી, પુસ્તક મેળો, મહિલા-યુવા સંમેલન, હસ્તકલા પર્વ, મેગા ઈવેન્ટ : કલેકટર તંત્ર દ્વારા તડામાર તૈયારીઓઃ ૨૬મીએ રેસકોર્ષમાં ૨૫ હજાર લોકો ઉમટી પડશે

રાજકોટ, તા. ૭ :. આ વખતે રાજકોટમાં ભારતના ૭૦માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થનાર છે. શહેર-જીલ્લાાં ૧૬૦૦ કરોડના ૫૫૦થી વધુ લોકાર્પણ-ખાતમુહુર્તો થનાર છે.

મુખ્યમંત્રી-વિવિધ મીનીસ્ટરો દરેક કાર્યક્રમમાં હાજર રહેનાર છે.

દરમિયાન કલેકટરશ્રીએ મુખ્યમંત્રીશ્રીને મળી તા. ૧૮થી ૨૬ દરમિયાન મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનાર ૨૦ જેટલા મહત્વના કાર્યક્રમો, ખાતમુહુર્ત, લોકાર્પણ ફાઈનલ કરી લીધા છે. ઢગલાબંધ કાર્યક્રમોની હારમાળા હોવાનું આજે જાહેર કરાયુ છે.

જેમાં ૧૮મીએ પોપટપરા પોલીસ માઉન્ટેન લાઈન ખાતે ભવ્ય અશ્વ શો સવારે ૯ વાગ્યે થશે, ત્યાર બાદ ૧૮થી ૨૬માં કલેકટર કચેરીમાં મોડલ જન સેવા કેન્દ્રનું લોકાર્પણ, સૌ. યુનિ. ખાતે સંભવિત નશામુકત અંગેનો હોય કાર્યક્રમ, ખીરસરા જીઆઈડીસીના પ્લોટનું એલોટમેન્ટ ડ્રો, અર શો તથા સૂચિત સોસાયટીના ૧ હજાર લોકોને દાવા અંગેના પ્રમાણપત્ર અને ૫૦૦ લોકોને સનદ વિતરણ, શસ્ત્ર પ્રદર્શન, મશાલ પીટી, ફલાવર શો, ડ્રોન શો, લાઈટીંગ પ્રોજેકટનું લોકાર્પણ, સેલ્ફ ફાયનાન્સ સ્કૂલોનું કાર્નિવલ ઉદઘાટન, પુસ્તક મેળો, યુવા અને મહિલા સંમેલન, નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ, હસ્તકલા પર્વ, એટ હોમ અને ૨૫મીએ રાત્રે રાજકોટ થીમ ઉપર મેગા ઈવેન્ટ અને ૨૬મીએ રેસકોર્ષ ખાતે પ્રજાસત્તાક પર્વની ૨૫ હજાર લોકોની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી થશે.

અત્રે મુખ્યમંત્રીના ૨૦ કાર્યક્રમોનું લીસ્ટ આપ્યુ છે તે આ મુજબ છે.

(4:04 pm IST)