રાજકોટ
News of Tuesday, 7th January 2020

જીવરાજપાર્કમાં કારપેટ

  વોર્ડ નં.૧૧માં સમાવેશ થતા વિસ્તાર જીવરાજપાર્કથી કસ્તુરી એવીયર્સવાળા રોડ પર ફરીવાર કારપેટથી મઢવાનું કામ શરૂ કરાયું છે. આ વિસ્તારના કોર્પો. ઘનશ્યામસિંહ જાડેજા, પરેશભાઇ હરસોડા, પારૂલબેન ડેર, તથા વસંતબેન માલવીયાના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવેલ છે. આ પ્રસંગે આ વિસ્તારના જનસમુદાય સાથે વોર્ડ પ્રમુખ કેતનભાઇ તાળા, જગદીશભાઇ, ચંદરેશભાઇ સીણોજીયા, કિરણભાઇ  ચનીયારા, ભરતભાઇ મારવાણીયા, સિધ્ધાર્થસિંહ ઝાલા, દિલીપસિંહ, ભટુ કાકા, રાજભા ઝાલા, હરેશભાઇ તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા.

(3:56 pm IST)