રાજકોટ
News of Tuesday, 7th January 2020

નાગરિકતા કાયદા સંદર્ભે ભાજપ દ્વારા વિધાનસભામાં - ૬૮માં ઘર-ઘર લોકસંપર્ક

રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહ દ્વારા નાગરિકતા સંશોધન  કાયદો -૨૦૧૯ પસાર કરવામાં આવેલ છે.  શહેર ભાજપ દ્વારા ઘર - ઘર સંપર્ક અભિયાન અંતર્ગત શહેરભરમાં ઘર-ઘર  સંપર્ક કરી નાગરીકતા સંશોધન કાયદા -૨૦૧૯ અંગે માહિતી   અપાઇ રહી છે. જેમા વિધાનસભા -૬૮માં વોર્ડ-૪ ગૌતમ  મંડપ સર્વિસ  , ૮૦ ફુટ રોડ , વોર્ડ- પમાં  પારૂલ બગીચો  ,ઘ વોર્ડ નં.  ૬માં શ્રી રણછોડનગર સોસાયટી વોર્ડ ૧૫માં ચુનારાવાડ ચોક, વોર્ડ નં.-૧૬ માં સોરઠીયાવાડી ચોક ખાતે સંપર્ક અભિયાન  યોજાયુ હતુ. આ ઘર ઘર સંપર્ક  અભિયાનમાં ભાજપ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ એ ઘર ઘર તેમજ મુખ્ય બજારોમાં સંપર્ક કરી નાગરિકતા સંશોધન કાયદા -૨૧૯ અંગે લોકોને માહિતગાર કર્યા હતા. આ તકે પ્રદેશ સાંસદ મોહનભાઇ કુંડારીયા , શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ , ડે. મેયર અશ્વીન મોલીયા , શાસક પક્ષ નેતા દલસુખ જાગાણી, કોર્પોરેટ મુકેશ રાદડીયા , કંચનબેન સિધ્ધપુરા, સી.ટી. પટેલ, દિનેશ ચૌહાણ , કાનાભાઇ ઉધરેજા, દીલીપ લુણાગરીયા, મુકેશ ધનસોતા, દીનેશ ડાંગર, ઘનશ્યામ  કુગશીયા,  દુષ્યંત સંપટ  , વીરમ રબારી,  સોમભાઇ  ભાલીયા , મહેશ બથવાર , રત્નાભાાઇ મોરી , ભાર્ગવ મિયાત્રા, જીતુભાઇ સીસોદીયા, જતીન પટેલ, અનીલ મકવાણા, પરાગ મહેતા, યાકુબ પઠાણ, સહિત સાથે તમામ શ્રેણીના કાર્યકર્તાઓ  બહોળી સંખ્યામાં જોડાયા હતા.

(3:56 pm IST)