રાજકોટ
News of Tuesday, 7th January 2020

વિધાનસભા ૬૯માં ઘરે ઘરે ફરી નાગરિકતા કાયદાની સમજ

 દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહ દ્વારા નાગરિકતા સંશોધન કાયદો-ર૦૧૯ પસાર કરવામાં આવેલ છે ત્યારે ટીમ ભાજપે શહેરીજનો આ કાયદાથી માહિતગાર થાય તે અંતર્ગત શહેર ભાજપ દ્વારા ઘર-ઘર સંપર્ક અભિયાન અંતર્ગત શહેરભરમાં ઘર-ઘર સંપર્ક કરી નાગરીકતા સંશોધન કાયદા-ર૦૧૯ અંગે માહિતી આપી હતી. જેમાં વિધાનસભા ૬૯ માં વોર્ડ ૧ માં લાખનો બંગલો, વોર્ડ-ર માં રેસકોર્ષ, વોર્ડ ૩ માં બેડીનાકા દરબારગઢ, વોર્ડ ૮ માં ટાગોરનગર, વોર્ડ ૯ માં રવિરત્ન પાર્ક, વોર્ડ ૧૦ માં પંચાયતનગર ચોક ખાતે સંપર્ક અભિયાન યોજાયું હતું. આ ઘર-ઘર સંપર્ક અભિયાનમાં ભાજપ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ એ ઘર ઘર સંપર્ક કરી નાગરિકતા સંશોધન કાયદા-ર૦૧૯ અંગે લોકોને માહિતગાર કર્યા હતાં. આ તકે પ્રદેશ ભાજપ -અગ્રણી નિતીન ભારદ્વાજ, શહેર ભાજપ  પ્રમુખ કમલેશ મિરાણી, પૂર્વ મેયર જનકભાઇ કોટક, કોર્પોરેટર મનીષ રાડીયા, જયમીન ઠાકર, રાજૂભાઇ અઘેરા, વિજયાબેન વાછાણી તેમજ વિક્રમ પુજારા, મહેશ રાઠોડ, દિનેશ કારીયા, નરેન્દ્રસિંહ ઠાકુર, નિતીન ભુત, માધવ દવે, હિતેશ મારૂ, કાનાભાઇ ખાણધર, જયરાજસિંહ જાડેજા, અતુલ પંડીત, દશરથભાઇ વાળા, ભાવેશ ટોયટા, હેમુભાઇ પરમાર, રાજુભાઇ દરીયાનાણી, હીતેશ રાવલ, અશ્વિન પાંભર, કાથડભાઇ ડાંગર, તેજશ જોષી, પ્રદીપ નિર્મળ, હીરેન સાપરીયા, વિરેન્દ્ર ભટ્ટ, રજની ગોલ, હરેશ કાનાણી, પરેશ તન્ના, ગૌતમ વાળા, પુર્વેશ ભટ્ટ, સહિત તમામ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

(3:55 pm IST)