રાજકોટ
News of Tuesday, 7th January 2020

હરિવંદનાકોલેજ ડે સેલિબ્રેશન

રાજકોટઃ હરિવંદના  કોલેજ - રાજકોટ દ્વારા  વર્ષ વર્ષનું  છેલ્લુ અઠવાડીયુ 'ડે સેલિબ્રેશન  ' તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે પણ તા. ૨૫થી તા.૩૧ દરમિયાન  હરિવંદના  ડે સેલિબ્રેશન -૨૦૧૯નું આયોજન  કરવામાં આવેલ છે.  સાત દિવસના આ મહોત્સવમાં આનંદ, મનોરંજન  અને ખેલકુદ ની સાથે ખાસ તો  વિદ્યાર્થીઓની અંદર  પ્રતિભાઓ  બહાર આવે , તેમજ  આંતરીક  સુમેળ પરિભાવના  કેળવાય એવો  આશય રાખી દરોજ અલગ અલગ થીમ પર દિવસો નકકી કરવામાં આવ્યા હતા.

હરિવંદના ડે સેલિબ્રેશન -૨૦૧૯ના પ્રથમ દિવસે  સ્પિરિચ્યુઅલ ડે તેમજ દેશભકિત ડેની થીમ રાખવામાં આવેલી હતી. જે અંતર્ગત  વિદ્યાર્થીઓ લાલ-પીળા - સફેદ  જેવા શુભ અને પારંપારીક  તેમજ અમુક વિદ્યાર્થીઓ આપણા દેશના વિવિધ સ્વાતંત્રય સેનાનીઓની વેશભુષામાં આવેલ હતા.  વિદ્યાર્થીઓએ પોતાની ઈચ્છા મુજબના મંત્રો / આયાતો  તેમજ પુરાણકથાઓ આધારીત ચાર્ટ તેમજ પ્રેજટેંશન અને મંત્રલેખન કર્યુ હતુ.  કોલેજમાં મહામૃત્યુજય યજ્ઞનું આયોજન થયુ હતુ. જેમાં આખો દિવસ પુરોહીત દ્વારા મહામૃત્યુંજય મંત્રોનું પઠન કરવામાં આવેલ હતુ.

બીજા દિવસે ટિફીન ડે તેમજ ગ્રુપ ડે નું આયોજન થયેલ હતુ. જે અંતર્ગત વિદ્યાર્થીઓ વિવિધ ગ્રુપ  પ્રામણે એક ચોક્કસ પહેરવેશમાં આવેલ હતા. અને સૌને  પોતપોતાના સહપાઠીઓ સાથે ટીફીન શેર કરીને સાથે ભોજન લીધુ હતુ.

ત્રીજા દિવસે નો પ્લાસ્ટીક / નો ગેજેટ ડે નું આયોજન થયેલ હતુ.  જેમાં વિદ્યાર્થીઓ  કોલેજ સંકુલ તેમજ  આસપાસની  જગ્યાએથી બને તેટલો પ્લાસ્ટિકનો કચરો દુર કરવાની તેમજ પ્લાસ્ટીક ઉત્પાદનો વપરાશ ઘટાડવાની ઝુંબેશ હાથ ધરી છે. 

ચોથા દિવસે કલાસરૂમ ટ્રાન્સફોર્મેશન ડેનું આયોજન થયેલ અંતર્ગત વિદ્યાર્થીઓએ પોતપોતાના  કલાસરૂમને  સાફ કરી અલગ વિચારો અને થીમ વડે શણગાર્યા હતા.

પાંચમાં દિવસે બેક ટુ બચપન ડેનું આયોજન થયુ. જે અંતર્ગત વિદ્યાર્થીઓ બાળપણની વેશભુષા અને સ્કૂલડ્રેસમાં આવેલ હતા. આ દિવસે વિદ્યાર્થીઓને બાળપણની વિવિધ રમતો રમાડવામાં  આવી હતી. તેમજ વિદ્યાર્થીઓએ બાળપણની યાદોને તાજી કરતી વિવિધ પ્રવૃતિઓ  પણ કરી હતી.

છઠ્ઠા અને છેલ્લા દિવસે  ફુડ કાર્નિવાલનું આયોજન થયેલ હતુ. જે અંતર્ગત વિવિધ વિભાગના વિદ્યાર્થીઓએ  ચાર-પાંચ લોકોની  ટુકડીમાં વિવિધ સ્ટોલ  રાખી પુડલા , સૂપ, માટલા ઉંધિયુ, ગિરનારી ખીચડી, ભજીયા, શીરો, સૂરતી પરોઠા વગેરેનું વેચાણ કર્યુ હતુ. વિદ્યાર્થીઓમાં રસોઇકળાની સાથે-સાથે વેપારકળા પણ વિકસે એ હેતુસર યોજાયેલા આ ભવ્ય ફુડ કાર્નિવલને વિદ્યાર્થીઓનો ખુબ જ સુંદર પ્રતિસાદ મળ્યો હતો.

(3:54 pm IST)