રાજકોટ
News of Tuesday, 7th January 2020

મે પી.એમ. બેવરેજીસના પ્રોપરાઇટર્સ દ્વારા સીટી યુનિયન બેંકના મેનેજર વિરૂદ્ધ વળતરનો કેસ

બદનક્ષી કરવા અંગે રૂ. દોઢ કરોડનું વળતર માંગ્યું

રાજકોટ, તા.૭ : મેસર્સ પી.એમ. બેવરેજીસના પ્રોપરાઇટર પ્રણવભાઇ ભૂત વિગેરે દ્વારા સીટી યુનિયન બેંકના મેનેજર વિરૂદ્ધ ગેરકાયદેસર રીતે મિલ્કત ઓળવી સમાજમાં બદનક્ષી કરવા બદલ રૂ.૧,પ૦,૦૦૦/-નો વળતરનો દાવો કરતા કોર્ટ દ્વારા નોટીસનો હુકમ કરવામાં આવેલ છે.

આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે, મેસર્સ પી.એમ. બેવરેજીસના પ્રોપરાઇટર દ્વારા સીટી યુનિયમ બેંકના મેનેજર પાસેથી પોતાના ધંધાના વિકાસ માટે લોન સવલત/સી.સી. મેળવેલ. જે ખાતુ એન.પી.એ. તથા બેંક દ્વારા સિકયુરાઇઝેશન એકટ હેઠળની કાર્યવાહી કરવામાં આવેલ. પરંતુ મુળ મકાન માલીકનું કોઇ ફીઝીકલ પજેશક કે સ્થાનિક જગ્યાએ કબ્જો મેળવ્યા સિવાય બેંકના મેનેજર તથા તેમના જવાબદાર અધિકારીઓ દ્વારા માત્ર સીમ્બોલીક પજેશન મેળવીને બેંકના જ મળતીયાઓ દ્વારા મિલ્કત વેચાણ સંબંધેની ખોટી હકીકત રેકર્ડ પર ઉભી કરી બેંકના જવાબદાર અધિકારીઓએ પૂનમબેન ગૌતમભાઇ ટીંબડીયાને ખરીદનાર તરીકે ખોટા ઉભા કરી તેઓની પાસેથી ટેન્ડરની અપસેટની કોઇપણ રકમ વસુલ્યા સિવાય રેકર્ડ પર ખોટુ બોગસ વેચાણ, વ્યવહાર ઉભા કરવા પ્રયત્નો થતાં મૂળ લોનીની સમાજમાં બદનામી થાય તે મુજબની કાર્યવાહી બેંકના મેનેજર તથા જવાબદાર અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ.

આ અંગેની હકીકત મુળ લોનીને ધ્યાનમાં આવતા તેઓએ કહેવાતા બેંકના ખરીદનાર તરીકે ઉભા કરેલ પૂનમબેન ગૌતમભાઇ ટીંબડીયાની પાસે તપાસ કરતા તેઓએ જણાવેલ કે તેઓએ કોઇ મિલ્કત ખરીદ કરેલ નથી કે કોઇ ટેન્ડર  પ્રક્રિયામાં ભાગ લીધેલ નથી કે કોઇ રકમ તેઓએ ભરપાઇ કરેલ નથી જે રેકર્ડ ઉપર હકીકત ઉભી કરવાનો પ્રયત્ન કરેલ છે તે બેંકના અધિકારીઓ દ્વારા જ કરવામાં આવેલ છે તે અંગેનું સોગંદનામુ પૂનમબેને મેસર્સ પી.એમ. બેવરેજીસ પ્રોપરાઇટરને કરી આપેલ છે. આમ બેંકના મેનેજર તથા તેમના અધિકારીઓ દ્વારા મૂળ લોનની મિલ્કત ગેરકાયદેસરની પ્રક્રિયા અનુસરીને ઓળવી જવાનો પ્રયત્ન કરનાર અને મૂળ લોની/ાદીઓની સમાજમાં બદનક્ષી થાય તેવું કૃત્ય કરનાર બદનક્ષીનો દાવો વિકલ્પે વળતર મેળવવા માટે રૂ.૧,પ૦,૦૦,૦૦૦/નો દાવો કરતા નામદાર અદાલતે બેંકના મેનેજર વિરૂદ્ધ અરજન્ટ શો-કોઝ નોટીસનો હુકમ કરતા બેંક સેકટરમાં ઉહાપો મચેલ છે.

(3:51 pm IST)