રાજકોટ
News of Tuesday, 7th January 2020

ડ્રીંક એન્ડ ડ્રાઇવઃ દારૂ ઢીંચી વાહન ચલાવતા છ શખ્સો પકડાયા

ભાવનગર રોડ પરથી ઉદીપ અને લાલપરીના પુલ પાસેથી સુરજ અને રાજદીપ દારૂની ૬ બોટલ સાથે પકડાયા

રાજકોટ તા. ૭: શહેરના અલગ-અલગ વિસ્તારોમાં દારૂ ઢીંચીને વાહન ચલાવનારા શખ્સોને કાયદાનું ભાન કરાવવા માટે પોલીસ દ્વારા ડ્રીંક એન્ડ ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં દારૂ પી વાહન ચલાવતા છ શખ્સોને પકડી કાર્યવાહી કરવામાં આવી છે.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જેસીપી ખુરશીદ અહેમદ અને ડીસીપી મનોહરસિંહ જાડેજા અને રવી મોહન સૈનીની સૂચનાથી ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ એન. એન. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે. એસ. ચંપાવત સહિતે નવલનગર શેરી નં. ૯ ના ખુણેથી દારૂ પી જીજે-૩ કેએસ-૯૧૪ નંબરનું બાઇક લઇને નિકળેલા જીતેન્દ્ર ઉર્ફે જીતુ નટુભાઇ ઉધરેજા (ઉ.વ.૩પ) (રહે. શ્રીનાથજી સોસાયટી શેરી નં. ૮ મવડી રોડ) ને, સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરીયા પી.એન.ટી. કોલોની પાસેથી દારૂ પી જી.જે.-૩ જેડી-૩ર૩૧ નંબરના બાઇક પરથી રમેશ ભીખાભાઇ રાઠોડ (ઉ.વ. ર૯) (રહે. આંબેડકરનગર શેરી નં. ૧) ને તથા તાલુકા પોલીસ મથકના પીઆઇ ધોળા ના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન. કે. રાજપુરોહીત સહિતે વાવડી આકાશ હાઇટસ પાસેથી દારૂ પી જીજે-૧૮ બીસી-૯૦૬૮ નંબરની આઇ-ર૦ કાર લઇને નિકળેલા પ્રતીક નરવીરભાઇ શીયાર (ઉ.વ. ૩૦) (રહે. ખોડલધામ સોસાયટી શેરી નં. ર) ને અને દોઢસો ફુટ રોડ આસ્થા ગેઇટ પાસે દારૂ પી જીજે-૩ એફડી-૯૪પ૦ નંબરની આઇ-ર૦ કાર લઇને નિકળેલા જયેશ હરીશંકરભાઇ બોરીસાગર (ઉ.વ. ૪ર) (રહે. જીરાજ પાર્ક એ-૬૦૪ આદર્શ સોસાયટી) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી. જયારે ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી. કે. ગઢવી તથા પીએસઆઇ જેબલીયા સહિતે સહકાર મેઇન રોડ ત્રીશુલ ચોક પાસેથી દારૂ પી જીજે-૩ ઇબી-૧૯૬૩ નંબરનું બાઇક લઇને નિકળતા વિપુલ જેઠાભાઇ પરમાર (રહે. સહકાર સોસાયટી શેરી નં. ૬) મૂળ મેણપુરગામ તા. અમરેલી) ને અને ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે. એ. વાળા તથા પીએસઆઇ જે. એમ. ભટ્ટ સહિતે પેટ્રોલીંગ દરમ્યાન દારૂ પી જીજે-૩ કે.આર.-૩૧૭૧ નંબરનું એકટીવા લઇને નીકળેલા પ્રિતેશ વલ્લભભાઇ વાળા (ઉ.વ. ૩પ) (રહે. પંચવટી એપાર્ટમેન્ટ કિશાનપરા શેરી નં.૩) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

વિદેશી દારૂની બોટલ સાથે ત્રણ ઝડપાયા

બી ડીવીઝન પોલીસ મથકના પીઆઇ ફર્નાન્ડીસના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર. એસ. સાકરીયા સહિતે બાતમીના આધારે ગ્રીનલેન્ડ ચોકડી નજીક લાલપરી નદીના બેઠા પુલ ઉપરથી સુરજ ઉર્ફે સાગર ચંદુભાઇ સાકરીયા (ઉ.વ. ર૦) (લાલપરી મફતીયાપરા) અને રાજદીપ ભુપતભાઇ વ્યાસ (ઉ.વ. ૧૯) (રહે. રંગીલા સોસાયટી કવાટર્સ પાસે) ને દારૂની પાંચ બોટલ સાથે પકડી લઇ બાઇક સહિત રૂ. ૪૧પ૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે બીજા દરોડામાં ભાવનગર રોડ શીતળા માતાના મંદિર પાસેથી ઉદીપ વીનુભાઇ નગવાડીયા (ઉ.વ. ર૧) (રહે. પાંજરાપોળ બુહાની શેરી લાલજીભાઇ ગમારાના મકાનમાં ભાડે) ને દારૂની ૧ બોટલ સાથે પકડી લીધો હતો.

(3:45 pm IST)