રાજકોટ
News of Tuesday, 7th January 2020

રાજયપાલનો ''એટહોમ'' કાર્યક્રમ ૪પ મીનીટનો રહેશેઃ સાંજે ૪-૧પ કલાકે મહેમાનોને એન્ટ્રીઃ મોબાઇલ લઇ જવાની મનાઇ

આવનાર મહેમાનોનું પાર્કિંગ રાજકોટ જીમખાના ખાતેઃ આ વખતે પ્રથમ વખત રાજયપાલ પોતે સામેથી તમામને મળવા જશે : ૪પ મીનીટના કાર્યક્રમમાં ત્રણ દેશભકિતના ગીતોઃ મેનુુમાં એક સ્વીટ-ફરસાણ-ચા કોફીઃ ૬૦૦ મહેમાનોની યાદી મોકલાઇ....

રાજકોટ તા. ૭ : રાજકોટમાં આ વખતે રાજય કક્ષાની ર૬મી જાન્યુઆરીની ઉજવણી થનાર છે. કલેકટર તંત્ર તડામાર તૈયારીઓ કરી રહ્યું છે, કલેકટરે આ માટે ૧૬ કમીટી બનાવી છે, એક કમીટી રાજયપાલના ''એટહોમ'' કાર્યક્રમ માટે બનાવાઇ છે, આ કમીટીના વડા રૂડાના સીઇઓ શ્રી ચેતન ગણાત્રા અને તેમની ટીમ છે.

રાજકોટમાં રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો એટહોમ કાર્યક્રમ મહાત્મા ગાંધી મ્યુઝીયમ (જુની આલ્ફ્રેડ હાઇસ્કુલ) ખાતે રપમીએ સાંજે ૪-૩૦ થી પ-૧પ સુધી-૪પ મીનીટનો યોજાશે. જેમાં મૂખ્યમંત્રી -મીીનીસ્ટરો-સચીવો-હાઇલેવલ અધીકારીઓ રાજકોટના તમામ વર્તમાન IAS-IPS ઓફીસરો નિવૃત IAS-IPS ઓફીસરો-અખબારોના તંત્રીશ્રીઓ- સરકારી ક્ષેત્રના અગ્રણીઓ-વિખ્યાત સંસ્થાના પ્રમુખ-ચેરમેન વિખ્યાત NGO ના પ્રમુખ-ચેરમેન-જીલ્લાના અન્ય અગ્રણીઓ વિગેરે સહિત કુલ ૩૦ પ્રકારના ૬૦૦ મહેમાનોની યાદી પોલીસ વેરી ફિકેશનમાં મોકલાઇ છે ત્યાંથી રાજયપાલ ભવન જશે, અને રાજયપાલ ભવન જે ફાઇનલ કરે તે મહેમાનોને આમંત્રણ કાર્ડ ડાયરેકટ રાજયપાલ ભવનથી મોકલાશે, ટુંકમાં એટહોમ કાર્યક્રમમાં પ૦૦ થી ૬૦૦ મહેમાનો રહેશે.

આવનાર આ તમામને રાજયપાલશ્રી ડાયરેકટ પોતે જે તે મહેમાન પાસે જઇને મળશે, સામાન્ય રીતે મહેમાનો સ્ટેજ ઉપર રાજયપાલનેમળવા જતા હોય છે, પરંતુ આ વખતે રાજયપાલ શ્રી દેવવ્રતજી પોતે દરેક મહેમાનને વ્યકિગત મળવા જશે, અને આ પહેલી વખત આવુ બની રહ્યું છે.

આવનાર તમામ મહેમાનો માટે મોબાઇલ-કે એવી કોઇપણ ઇલેકટ્રીક વસ્તુ-બેગ-મોટુ પાકીટ વિગેરે ઉપર પ્રતિબંધ લાદી દેવાયો છે., જો કોઇને લઇને આવવુ હોય તો બનાવાયેલ કાઉન્ટર ઉપર જમા કરાવવાનું રહેશે.

રાજયપાલશ્રીનો એટહોમ કાર્યક્રમમાં મહેમાનોને એન્ટ્રી ૪-૧પ વાગ્યે લઇ લેવાની રહેશે, ૪-૩૦ કાર્યક્રમ શરૂ થશે, પ-૧પ વાગ્યે પુરો થશે, દેશભકિતના ૩ ગીતો રજુ થશે.

મહેમાનો માટે વાહનોની પાર્કિંગ વ્યવસ્થા રાજકોટ જીમખાના ખાતે કરાઇ છે, ત્યાંથી એટહોમ સ્થળ ૪૦૦ મીટર દુર છે, ૩ થી ૩ાા મીનીટનું બોડીંગ ડીસ્ટન્સ રહેશે રહેશે. એટહોમ કાર્યક્રમમાં મહેમાનોને સ્વીટ-ફરસાણ-ચા-કોફી-બ્રેડ બટર-બીસ્કીટ વિગેરે પીરસાશે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

(3:44 pm IST)