રાજકોટ
News of Tuesday, 7th January 2020

ભાજપ દ્વારા વોર્ડ નં.૪,પ,૬,૧૫ અને ૧૬ માં પોષ્ટકાર્ડ ઝુંબેશ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહ દ્વારા નાગરિકતા સંશોધન કાયદો પસાર કરવામાં આવતા તેનાથી લોકો માહીતગાર થાય તે માટે શહેર ભાજપ દ્વારા વિવિધ લોકજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે વિધાનસભા ૬૮ માં સમાવિષ્ટ વોર્ડ નં. ૪ માં મોરબી રોડ, જકાતનાકા, વોર્ડ નં. ૫ માં ગોવિંદબાગ શાક માર્કેટ, વોર્ડ નં. ૬ ધરારનગર શાકમાર્કેટ, વોર્ડ નં. ૧૫ માં ચુનારાવાડ ચોક, વોર્ડ નં. ૧૬ માં દેવપરા ખાતે પોષ્ટકાર્ડ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમોમાં શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ, ડે. મેયર અશ્વિન મોલીયા,  શાસક પક્ષના નેતા દલસુખ જાગાણી, કંચનબેન સિધ્ધપુરા, કોર્પોરેટર પ્રીતીબેન પનારા, નયનાબેન પેઢડીયા, અનિલ મકવાણા, રમેશ અકબરી, સી. ટી. પટેલ, દીનેશ ચૌહાણ, કાનાભાઇ ઉઘરેજા, દીલીપ લુણાગરીયા, મુકેશ ધનસોતા, દીનેશ ડાંગર, ઘનશ્યામ કુંગશીયા, દુષ્યંત સંપટ, વીરમભાઇ રબારી, સોમભાઇ ભાલીયા, મહેશ બથવાર, રત્નાભાઇ મોરી, ભાર્ગવ મિયાત્રા, જીતુભાઇ સીસોદીયા, જતીન પટેલ, દીપક પનારા, સુરેશ વસોયા, પ્રવીણ કીયાડા, ગેલાભાઇ રબારી, કિન્નરીબેન ચૌહાણ, નિલેશ ખુંટ, સંજય ચાવડા, વરજાંગ હુંબલ, છગનભાઇ ચૌહાણ, વિનોદ કુમારખાણીયા, ભીખુભાઇ ડાભી, ભરત કુંગશીયા, દિનેશ રૈયાણી, પરાગ મહેતા, દિનેશ ઘિયાડ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:24 pm IST)