રાજકોટ
News of Tuesday, 7th January 2020

રાજકોટના જવેલર્સની જમીન ઉપર કબ્જો કરવાની પેરવી કરનાર ચોટીલા પંથકના બે શખ્સો ઝડપાયા

ખેરાણા અને ચિરોડાના બે કાઠી દરબાર રીમાન્ડમાં: બે હથિયાર કબ્જે

ચોટીલા, તા.૭: મોલડી નજીક રાજકોટ નાં જવેલર્સની જમીન ઉપર દાદાગીરી થી ગે. કા કબ્જો કરવાની પ્રેરવી કરનાર ચોટીલા પંથકમાં સામાન્ય પ્રજા ઉપર માથાભારે શખ્સો ની છાપ ધરાવતા સૌરાષ્ટ્રનાં અનેક ગુનાઓમાં સંકળાયેલ બે આરોપીઓને પોલીસે બે હથિયાર તથા કાર્ટીશ સાથે પકડી પાડી સબકનો સ્વાદ ચખાડતા ગુનાખોરી આલમમાં ફફડાટ વ્યાપેલી છે.ઙ્ગ

આ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયએ માહિતી આપેલ કે થોડા દિવસો પૂર્વે આપા ગીગાનાં ઓટલા નજીક રાજકોટના જવેલર્સ નો વ્યવસાય કરતા વેપારીની આવેલ હાઇવે ટચ ૨૪ એકર જમીન ઉપર ડોળો દાખવી આગળનાં ભાગનો ગે. કા કબ્જો કરવા બળજબરી કરી ફોન ઉપર ધાક ધમકી આપી વાડીના દરવાજા અને વૃક્ષોને નુકશાન કરી એકબીજાને મદદગારી કરી વાડીમાં ગેરકાયદેસર પ્રવેશ કરી પથ્થરો નાખી ત્રણ માથાભારે લુખ્ખાતંત્વો સહિતનાં અજાણ્યા ઇસમો સામે ગુનો દાખલ થયેલ જેના આરોપીઓ કારમાં આવતા હોવાની હકિકત ગઈ કાલે સમ્મેલન બંદોબસ્તમાં રહેલ પીઆઈ આર જે રામ, પીએસઆઇ આર જે જાડેજાને મળેલ હતી.ઙ્ગ

જેને પકડવા ચોટીલા હાઇવે ઉપર સ્ટાફ સાથે વોચ રાખી બાતમી મુજબની કાર લઈ નિકળતા ખેરાણા ગામનાં જસ્કુભાઇ વલકુભાઇ કાઠી દરબાર, ચિરોડા(ભા)ને જોગીદાસ ભુરાભાઇ કાઠીદરબારને  પકડી પાડી તેમના કબજામાંથી ગે. કા દેશી બનાવટ ની પિસ્તોલ ૧, તથા કાર્ટીશ નંગ-૫, તેમજ એક પાકરક્ષણ હથિયાર પરવાના વાળી બાર બોર ડબલ બેરલ બંદુક, કાર્ટીશ નંગ-૯, ત્રણ મોબાઇલ તથા એક આછા ડાર્ક ગ્રે કલર નવી સ્વીફટકાર મળી કુલ રૂ.૬,૬૬,૪૦૦ નાં મુદામાલ કબજે કરી આર્મ્સ એકટ તેમજ પરવાના લાયસન્સ શરતો ભંગ સહિતનો અલગથી ગૂનોઙ્ગ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

ધોરાજી, ચોટીલા, સાયલા, સહિતનાં વિસ્તારમાં પ્રોહિબિશન, મારામારી, હત્યા ની કોશિષ સહિતનાં ગુનાઓ હોવાનું પોલીસ તપાસમાં ખુલી રહેલ છે.

પોલીસે પકડાયેલ બંન્ને આરોપીઓને કોર્ટમાં રજુ કરી બે દિવસના રિમાન્ડ મેળવવી ગે. કા હથિયાર અને કાર્તુસ કયાં અને કોની પાસે થી લીધા છે તે અંગે તપાસ હાથ ધરી છે.

જીલ્લા પોલીસે ખંડણીખોર અને માફિયાઓ સામે એક ઝૂંબેશ હાથ ધરેલ છે. ચોટીલા પંથકમાં આવી ધાક ધમકી કે અન્ય કોઇ પણ ત્રાસનો કોઇ માથાભારે તત્વોનો કોઇ પણ ભોગ બનેલ હોય તો આવા તંત્વો સામે ડર રાખ્યા વગર પોલીસ સમક્ષ આવી માહિતી આપવા પોલીસેઙ્ગઆહવાન કરેલ છે.

(1:19 pm IST)