રાજકોટ
News of Tuesday, 7th January 2020

નાના મવા સર્કલ પાસે ઝૂપડામાં સુતેલા નિલેષને જગાડી ધોલધપાટ

અજાણ્યા શખ્સો ઇંટ-ઢીકાપાટૂનો માર મારી ભાગી ગયા

રાજકોટ તા. ૭: નાના મવા સર્કલ પાસે બાલાજી પાર્ક નજીક ઝૂપડામાં પરિવારજનો સાથે રહેતાં અને કડીયા કામની મજૂરી કરતાં મુળ મધ્યપ્રદેશના નિલેષ ક્રિષ્નાભાઇ વેલ્સકર (ઉ.૧૮)ને રાતે ઝૂપડામાં સુતો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ આવી જગાડી ગાળો દઇ ઢીકા-પાટુનો માર મારી તેમજ ઇંટના ઘા કરી ઇજા કરી હતી. દેકારો થતાં નિલેષના માતા સહિતના પરિવારજનો ભાગી ગયા હતાં. તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. માતા ક્રિષ્નાબેનના કહેવા મુજબ પુત્રને કોઇ સાથે માથાકુટ નહોતી. કારણવગર અમુક શખ્સો હુમલો કરી ભાગી ગયા હતાં.

(1:18 pm IST)