રાજકોટ
News of Tuesday, 7th January 2020

Yi રાજકોટ ૨૦૨૦-૨૧માં મિસ નમ્રતા ભટ્ટ ચેરમેનપદે અને યશ રાઠોડ કો-ચેરમેનપદે નિયુકત

રાજકોટ, તા. ૭ : CII-Yi રાજકોટનો એન્યુઅલ ડે સીઝન હોટલમાં રાજકોટ ખાતે યોજાયેલ. આ સમારોહમાં CII-Yi અમદાવાદ ખાતેના અગ્રણી વિનોદભાઈ અગ્રવાલ, જયભાઈ જોષીએ હાજરી આપેલ. Yiના વાઈસ નેશનલ ચેરમેન કાર્તિકભાઇ શાહ, ચેરમેન CII વેસ્ટર્ન ગુજરાત સ્ટેટ કાઉન્સીલ જયરાજભાઈ શાહ, CII સ્ટેટ હેડ પ્રેમલભાઈ દવે વગેરે મહાનુભાવોએ શુભેચ્છા પાઠવેલ.

Yi રાજકોટ ૨૦૨૦-૨૧ના ચેર- નમ્રતા ભટ્ટે જણાવેલ કે ૨૦૧૯માં Yi - રાજકોટે ઘણી સામાજીક પ્રવૃતિ કરી જાગૃતતા વધારી Yi - રાજકોટ દ્વારા Mahatma @ 150નું તા.૮ સપ્ટેમ્બર, ૨૦૧૯ના મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે ચિત્રનગરીના સહયોગથી આયોજન કરવામાં આવેલ. જે નેશનલ લેવલ ઉપર પ્રથમ નંબર પર આવેલ. આવી બીજી ઘણી બધી પ્રવૃતિઓ પણ કરવામાં આવેલ. જેમ કે રોડ સ - સેફટી, એન્ટરપ્રેન્યોરશીપ, યુવા, ગીફટ એન્ડ ઓગર્ન વગેરે. ટીમ Yi રાજકોટ ૨૦૨૦-૨૧ના મેમ્બર્સ જેમ કે હાર્દિક શેઠ, ઋષભ શેઠ, અમિષ ચંદારાણા, ભાવિક શાહ, ચિરાગ લાખાણી, દર્શન લાખાણી, પ્રણવ ભાલારા, હોમી કતીરા, કાર્તિક કેલા, કોમલ ધુલીયા, મૌલિક શાહ, મેહુલ મકવાણા, નૈમી ખખ્ખર, હેલી કતીરા, જયેશ ઉપાધ્યાય, નિધય પાન, પાવક ઉનડકટ, દર્શિતા જોષી, પુનિત ત્રિવેદી, વિશાલ સોનવાની, વિશ્વાસ માણેક, ૨૦- વિરેન પટેલ, સમર્થ વેગડા, નિશાંત કોરડીયા, ભાવીન ભાલોડીયા, સાગર મારડીયા વગેરે મેમ્બરોએ Yi રાજકોટ ૨૦૨૦-૨૧નો # ‘We can We will’ના નારા સાથે પ્રારંભ કર્યો.

અંતમાં Yi-2020-21 રાજકોટના ચેરમેન નમ્રતા ભટ્ટે મેસેજ આપતા જણાવેલ કે આવી ઘણી બધી સામાજીક પ્રવૃતિઓ રાજકોટની જનતા અને યુવાવર્ગ માટે મોટાપાયે કરવામાં આવશે.

(1:17 pm IST)