રાજકોટ
News of Tuesday, 7th January 2020

ઇન્દોર ધાર ખાતે સદ્દગુરૂ પરિવાર ટ્રસ્ટ રાજકોટ દ્વારા એક માસ નેત્રયજ્ઞઃ ૩પ૦૦ ઓપરેશન પૂર્ણ

રાજકોટ તા. ૭: સદ્દગુરૂદેવ શ્રી રણછોડદાસજી મહારાજના પગલે પગલે ચાલી પુ. ગુરૂદેવ જયાં જયાં પોતાની પાવન ઉપસ્થિતિમાં નેત્રયજ્ઞ કરેલ તેવી પવિત્ર ભૂમિમાં નેત્ર નિદાન યજ્ઞ (ઓપરેશન-દવા-ચશ્માં-રહેવા જમવા ચોખ્ખા ઘીનો શીરો અમુલ દૂધ તથા ગરમ ધાબળા સ્મૃતિભેટ) વિનામુલ્યે નેત્રયજ્ઞ સતત પ્રજજવલિત રાખનાર સદગુરૂ પરિવાર ટ્રસ્ટ રાજકોટ દ્વારા ૧પમી ડીસેમ્બરથી ૧પ મી ફેબ્રુઆરી સુધી ઇન્દોર (મધ્ય પ્રદેશ) ધાર રોડ ખાતે મેગા કેમ્પનું આયોજન કરાયું હોવાનું ટ્રસ્ટના પ્રમુખ દાનાબાપા ડાંગરે જણાવ્યું છે.

ટ્રસ્ટના પ્રમુખ દાનાબાપા ડાંગર, ચંદુભાઇ રાઠોડની આગેવાનીમાં રપ સેવકોની ટીમ નેત્રયજ્ઞ પહેલા જ ઇન્દોર પહોંચી છે અને વધુને વધુ જરૂરિયાતમંદોને લાભ મળે તે માટે આસપાસના વિસ્તારોમાં જઇ જાગૃતિ લાવવાના તમામ પ્રયાસો કરી રહેલ છે.

આજ તારીખ સુધીમાં અંદાજે ૩પ૦૦ થી વધુ મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા છે તમામને રહેવા જમવા-ચા-નાસ્તો-દવા-ચશ્માં અને ધાબડા ની ભેટ આપવામાં આવી રહી છે. દર્દીઓને લાવવા લઇ જવા માટે દશ બસો સતત દોડી રહી છે. દશેક હજાર ઓપરેશનનો લક્ષ્યાંક રખાયો છે.

૩૮ મો અને ૩૯ મો નેત્ર શીબીર તરીકે ઓળખાતા આ નેત્ર નિદાન યજ્ઞ (નેત્ર મણી) આરોપણ કેમ્પના જરૂરીયાતવાળા મોતિયાના દર્દીઓના ઓપરેશન ઇન્દોર ધાર રોડ પર આવેલ ચોઇથરામ નેત્રાલય ખાતે નિષ્ણાત આઇ સર્જનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. જેમાં સમાજના શ્રેષ્ઠી પ્રવીણભાઇ વસાણી, હરીશભાઇ લાખાણી, સુરેશભાઇ ચંદારાણા, રાજુભાઇ કાનાબાર, નીતિનઅભાઇ રાયચુરા, રમેશાભઇ મહેતા (ઇન્દોર), જગદીશભાઇ ગણાત્રા, રમેશભાઇ ઠકકર, યશવંતભાઇ જસાણી, રમેશભાઇ રાચ્છ, રાજુભાઇ પોબારૂ, શાંતુભાઇ રૂપારેલીયા, હસુભાઇ ચંદારાણા, મહેન્દ્રભાઇ રાજવીર, મિતલભાઇ ખેતાણી, ભોગીભાઇ રાયચુરા, શંભુનાથસીંહ (દિલ્હી), દિનેશભાઇ તન્ના, ધવલભાઇ ખખ્ખર, નીલેશભાઇ જોબનપુત્રા, મુકેશભાઇ સચદે, ચંદ્રેશભાઇ પટેલનો સહકાર મળી રહ્યો છે. તેમ રાજકોટથી ઇશ્વરભાઇ ખખ્ખરની યાદીમાં જણાવેલ છે.

(11:40 am IST)